________________
૨૭૨.
પ્રભાવક સ્થવિરો
રાજ્યના રાજાખેડા નામના ગામમાં હતા ત્યારે બની હતી. રાજાખેડામાં મહારાજશ્રીના વ્યાખ્યાનનો પ્રભાવ ઘણો મોટો પડ્યો હતો. આસપાસનાં ગામોમાંથી પણ સેંકડો લોકો વ્યાખ્યાન સાંભળવા આવતા.
નગ્ન સાધુઓનો આ ઉત્સવ જોઈને કેટલાક અજૈન લોકોને બહુ દ્વેષ થયો. તેઓએ જૈનો ઉપર હલ્લો કરવાનું કાવતરું કર્યું. લગભગ ૫૦૦ ગુંડાઓ હથિયાર લઈને હલ્લો કરવા આવી પહોંચ્યા. શ્રાવકોએ અગમચેતી વાપરી અને પોતાના સંરક્ષણ માટે તૈયારી કરી. તેમ છતાં આ હુમલામાં કેટલાક શ્રાવકો જખમી થયા. હુમલો કરીને ગુંડાઓ નાસી ગયા. આ વાતની જાણ થતાં ધવલપુરના રાજાએ તરત પોલીસ-ટુકડી મોકલી આપી. કેટલાક ગુંડાઓને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા. આ વાતની ખબર પડતાં મહારાજશ્રીએ પોતે જાહેરાત કરી કે જ્યાં સુધી ગુંડાઓને જેલમાંથી છોડીને તેમને માફી આપવામાં નહિ આવે ત્યાં સુધી પોતે ઉપવાસ કરશે. મહારાજશ્રીના ઉપવાસ ચાલુ થયા. રાજ્યના અધિકારીઓ મહારાજશ્રી પાસે મસલત કરવા આવ્યા. મહારાજશ્રીએ કહ્યું કે, “સંસારમાં અમારે કોઈની સાથે શત્રુતા નથી. એટલે ગુંડાઓ જેલમાં હોય ત્યાં સુધી આહાર લેવાનું અમને કેવી રીતે ગમે ? છેવટે મહારાજશ્રીની આગ્રહભરી વિનંતીને માન આપીને રાજ્ય તરફથી ગુંડાઓને છોડી મૂકવામાં આવ્યા. મહારાજશ્રીએ ત્યારપછી પારણું કર્યું. આથી ગુંડાઓનાં હૃદયનું પરિવર્તન થયું અને પોતાની ભૂલ માટે મહારાજશ્રી પાસે આવીને તેઓએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગી.
ઉત્તર ભારતના વિહાર દરમિયાન મહારાજશ્રીએ હસ્તિનાપુર, અલ્વર, મહાવીરજી, જોધપુર, જયપુર આગ્રા વગેરે સ્થળે મુકામ કર્યો હતો. વિહાર દરમિયાન સ્થળે સ્થળે પંચકલ્યાણક મહોત્સવ, રથયાત્રા, વ્યાખ્યાન વગેરે દ્વારા ધર્મની સારી પ્રભાવના થઈ હતી. મહારાજશ્રીનાં દર્શન-વંદન માટે અને એમની વાણી-શ્રવણ માટે હજારે લોકો ઉમટતા હતા. સ્થળે સ્થળે જિનમંદિરના નિર્માણ માટે અથવા જીર્ણોદ્ધાર માટે, પાઠનાળાઓ માટે યોજનાઓ થતી રહી હતી. મહારાજશ્રી આગ્રા પધાર્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની આગળ તાજમહાલ જોવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ મહારાજશ્રીએ તાજમહાલ જોવાની જરા સરખી પણ જિજ્ઞાસા બતાવી ન હતી, કારણ કે આત્માના સૌંદર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org