________________
૨૮૦
પ્રભાવક સ્થવિરો
જાહેર કર્યું. સંલેખનામાં સત્તર પ્રકારનાં જે મરણ શાસ્ત્રકારોએ ગણાવ્યાં છે તેમાંથી પોતે “ઈંગિની મરણના પ્રકારનું વ્રત સ્વીકાર્યું હતું.
આ પ્રકારના સંલેખના વ્રતમાં ઊઠ-બેસ કરવાની તથા ઈશારો વગેરે કરવાની તથા જરૂર પડે બોલવાની છૂટ હોય છે. સંલેખનાની જાહેરાત થતાંની સાથે મહારાજશ્રીના ભક્તો એમનાં અંતિમ દર્શનને માટે ચારે બાજુથી આવવા લાગ્યા.
ઉપવાસ ચાલુ થતાં મહારાજશ્રીની તબિયત ધીમે ધીમે ક્ષીણ થવા લાગી. તેઓ રોજ યથાશક્તિ ઉપદેશ આપતા. આ સમય દરમિયાન એમણે પોતાના પછી સમુદાયના વડા તરીકે પોતાના પ્રથમ શિષ્ય વીરસાગર મહારાજને આચાર્ય તરીકે ઘોષિત કર્યા. વિરસાગર મહારાજ ત્યારે જયપુરમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન હતા. એમને ત્યાં સંદેશો પહોંચાડવામાં આવ્યો. મહારાજશ્રીના અન્ય કેટલાક શિષ્યો એમની સેવા-શુશ્રુષામાં લાગ્યા હતા.
મહારાજશ્રી કુંથલગિરિમાં રોજ સવારે ડુંગર ઉપર દર્શન કરવા જતા. સંખના વતની જાહેરાત પછી ત્રણેક દિવસ પછી તેઓ ઉપર જ એક ગુફામાં સ્થિર થઈ ગયા. ત્યાં સંલેખના દરમિયાન તેઓ સામાયિક, ભક્તિપાઠ, અભિષેકદર્શન વગેરે ક્રિયાવિધિ કરતા-કરાવતા. તેમણે સર્વ લોકોની સાથે ક્ષમાપના કરી લીધી. વચમાં એક દિવસ એમણે બ્રહ્મચારી ભરમાપ્પાને સુલકની દીક્ષા આપી. એમનું નામ સિદ્ધસાગર રાખવામાં આવ્યું. મહારાજશ્રી ઘણુંખરું પદ્માસનસ્થ રહેતા. તેઓ ધ્યાનમાં રહેતા અથવા સ્તોત્ર સાંભળતા કે જાપ કરાવતા. આ રીતે એક પછી એક દિવસ ઉલ્લાસપૂર્ણ ધર્મમય વાતાવરણમાં પસાર થતો હતો. એમ કરતાં કુલ પાંત્રીસ દિવસ થયા. તા. ૧૮મી સપ્ટેમ્બર, ૧૯૫૫ના રોજ સૂર્યોદય પછી સવારે ૬-૫૦ વાગે એમણે દેહ છોડ્યો. એ વખતે મહારાજશ્રીના મુખમાં પણ મંદ સ્વરે ૐકારનું રટણ ચાલતું હતું. આસપાસ બેઠેલા ભક્તો તે વખતે ભક્તામર સ્તોત્રના શ્લોકોનું ઊંચે સ્વરે પઠન કરાવતા હતા. “કુંદાવદાત” શ્લોકના પઠન વખતે મહારાજશ્રીએ દેહ છોડ્યો. જ્યોતિષની દૃષ્ટિએ રવિવારના એ દિવસે અમૃતસિદ્ધિ યોગ હતો.
મહારાજશ્રી કાળધર્મ પામ્યાના સમાચાર સમગ્ર ભારતમાં પ્રસરી ગયા. નજીકનાં ગામોમાંથી હજારો લોકો અહીં આવી પહોંચ્યા હતા. એમની પાલખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org