________________
[૧૨]l]
શ્રી અજરામર સ્વામી
સ્થાનકવાસી સંપ્રદાયમાં થઈ ગયેલા મહાત્માઓમાં સ્વ. પૂ. શ્રી અજરામરજી સ્વામીનું સ્થાન અનોખું છે. એમણે પોતાના જીવનકાળ દરમિયાન ધર્મના ક્ષેત્રે ભગીરથ કાર્યો કર્યા હતાં. એમણે જૈનદર્શન ઉપરાંત અન્ય ભારતીય દર્શનોનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે એમનામાં સાંપ્રદાયિકતા, સંકુચિતતા કે કટ્ટરતા રહી નહોતી. તેઓ બહુ ઉદાર અને સમન્વયકારી દૃષ્ટિ ધરાવતા હતા. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ તેઓ ઘણું વિચાર્યા હતા. કચ્છમાં પણ વાગડ વિસ્તાર ઉપર તેમનો ઘણો મોટો પ્રભાવ રહ્યો હતો. તેમના જીવન વિશે કેટલીક માહિતી મળે છે. તે ઉપરથી શતાવધાની પંડિત રત્નચંદ્રજી મહારાજે તેમનું જીવનચરિત્ર લખેલું છે અને તેમના વિશે “ભક્તામર પાદપૂર્તિની રચના સંસ્કૃત શ્લોકમાં કરેલી છે.
અજરામરસ્વામીનો જન્મ વિ. સં. ૧૮૦૯ના જેઠ સુદ ૯ના દિવસે જામનગર પાસે પડાણા ગામમાં થયો હતો. એમના પિતાનું નામ માણેકચંદ હતું, માતાનું નામ કંકુબાઈ હતું, તેઓ જ્ઞાતિએ વીસા ઓસવાલ હતા. અજરામરસ્વામીનું જન્મનામ પણ અજરામર હતું. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. દુઃખી થયેલાં વિધવા માતા કંકુબાઈ ધર્મ તરફ વળ્યાં હતાં. બાલક અજરામરે ગામઠી નિશાળમાં ભણવાનું ચાલુ કર્યું હતું. પોતાની માતા રોજ ઉપાશ્રયે ગુરુમહારાજ પાસે જતાં ત્યારે સાથે તેમને પણ લઈ જતાં.
માતા કંકુબાઈને રોજ સામાયિક અને પ્રતિક્રમણ કરવાનો નિયમ હતો. તેમને સૂત્રો વગેરે આવડતાં નહોતાં, પરંતુ સ્થાનકમાં જઈ બીજા બોલે તે સાંભળીને તેઓ સામાયિક કે પ્રતિક્રમણ કરતાં.
એક દિવસ બહુ જ વરસાદ પડ્યો. એથી સ્થાનકે જવાનું શક્ય નહોતું. એટલે માતા કંકુબાઈ ઉદાસ બની ગયાં હતાં. પ્રતિક્રમણનો પોતાનો નિયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org