________________
૨૭૮
પ્રભાવક સ્થવિરો
દિવસ પછી મહારાજશ્રીએ અન્નાહાર ન લીધો. અલબત્ત આ ત્રણેક વર્ષના ગાળા દરમિયાન અન્નાહારના ત્યાગને લીધે એમનું શરીર ઘણું ક્ષીણ થઈ ગયું હતું. પરંતુ એમનું આધ્યાત્મિક તેજ જરા પણ ઓછું થયું ન હતું. આટલા દિવસો દરમિયાન એમણે જુદા જુદા મંત્રોના કરોડો જાપ કર્યા હતા.
ઈ.સ. ૧૯૫૨ના જૂન માસમાં ફલટણ શહેરમાં મહારાજશ્રીનો રાષ્ટ્રીય સ્તરે હીરક મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. પોતાના જીવનનાં ૮૦ વર્ષ તેમણે પૂરાં કર્યાં હતાં. ૮૧મું વર્ષ ચાલતું હતું. ત્રણ દિવસના એ મહોત્સવમાં ભારતભરમાંથી નામાંકિત વ્યક્તિઓ પધારી હતી. તેઓનાં પ્રાસંગિક વક્તવ્યો થયાં. હાજર ન રહી શકનાર ઘણા મહાનુભાવોના સંદેશાવાંચન ઉપરાંત ત્રણે દિવસ મહારાજશ્રીએ પોતાના ઉબોધનમાં જિન મંદિર, જિનવાણી, અહિંસાદિ મહાવ્રતો, દયા, પુરુષાર્થ વગેરેનું મહત્ત્વ સમજાવ્યું હતું.
મહારાજશ્રી કુંથલગિરિમાં હતા તે વખતે એમણે શ્રાવકોને જિનાગમનું મહત્ત્વ સમજાવ્યું. તીર્થંકર ભગવાનની અનુપસ્થિતિમાં જિનવાણી દ્વારા જ જિનેશ્વર ભગવાનની ભક્તિ ઉત્તમ પ્રકારની થઈ શકે. મોક્ષમાર્ગને સમજવા માટે અને તેમાં આત્મવિકાસ સાધીને મોક્ષગતિ પામવા માટે જિનાગમ એ જ આ કાળમાં સર્વશ્રેષ્ઠ આલંબન છે. એટલા માટે એમણે જિનાગમનું મહત્ત્વ શ્રાવકોને સમજાવીને તે નષ્ટ ન થાય તથા તેની યોગ્ય જાળવણી થઈ શકે એ માટે શ્રુતવ્યવસ્થાની એક યોજના શ્રાવકો સમક્ષ રજૂ કરી.
પખંડાગમ અને કસાયપાહુડ તથા તેના ઉપરની ટીકા “ધવલા' (૭૨૦૦૦ ગાથા), “જય ધવલા' (૬૦૦૦૦ ગાથા) અને “મહાબંધ મહાધવલા' (૪0000 ગાથા) એ ત્રણ સિદ્ધાંતગ્રંથોની લગભગ પોણા બે લાખ ગાથાઓ તામ્રપત્ર ઉપર કોતરાવવાની દરખાસ્ત રજૂ કરી એના ખર્ચ માટેની જવાબદારી કેટલાક શ્રેષ્ઠીઓએ અને સંઘે ઉપાડી લીધી. એ યોજના અનુસાર ઈ. સ. ૧૯૫૪માં મહારાજશ્રીના નામથી જિનવાણી જીર્ણોદ્ધાર સંસ્થા સ્થપાઈ અને તામ્રપત્રો કોતરવાનું કાર્ય ચાલુ થયું. તદુપરાંત ઈ. સ. ૧૯૫૪માં ફલટણમાં શ્રુતભંડાર અને ગ્રંથપ્રકાશન સમિતિની નિયુક્તિ કરવામાં આવી. ફલટણ શહેર દક્ષિણ ભારતમાં જેનોના કાશી તરીકે ઓળખાય છે. એટલે મહારાજશ્રીએ ફલટણ શહેરની પસંદગી કરી.
આ રીતે મહારાજશ્રીએ શ્રુત-સંરક્ષણની અને આગમગ્રંથોના જીર્ણોદ્ધારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org