________________
૨૭૦
પ્રભાવક સ્થવિરો
આવવાની મારી ઈચ્છા નહોતી. એ ચાલ્યો ગયો એટલે હું નીચે આવ્યો.”
મહારાજશ્રીના જીવનમાં એમના તપના પ્રભાવે ઘણા ચમત્કારિક પ્રસંગો બન્યા હતા, મહારાજશ્રીના આશીર્વાદથી કોઈનો કુષ્ઠરોગ ચાલ્યો ગયો હોય અથવા કોઈનું મૂંગાપણું ચાલ્યું ગયું હોય એવા પ્રસંગો પણ બન્યા છે. મહારાજશ્રીનું ચારિત્ર કેટલું નિર્મળ હતું અને એમના હૃદયમાં કરુણાભાવ કેટલો બધો હતો તે એ દર્શાવે છે.
મહારાજશ્રી જ્યારે લલિતપુરમાં ચાતુર્માસ માટે પધાર્યા ત્યારે લોકોએ એમનું હર્ષપૂર્વક ભાવથી સ્વાગત કર્યું. મહારાજશ્રીને ગૃહસ્થાવસ્થાથી કઠોર તપશ્ચર્યાનો ઘણો સારો મહાવરો હતો. પાંચ-પંદર દિવસના ઉપવાસ એ એમને મન રમતની વાત હતી. લલિતપુરના ચાતુર્માસ દરમિયાન એમણે જાહેરાત કરી કે પોતે ચાતુર્માસ દરમિયાન સિંહવિક્રીડિત તપ કરશે. આ તપ ઘણું કઠિન છે. એમાં સિંહની જેમ પરાક્રમ કરવાનું–બળ દાખવવાનું હોવાથી તે સિંહવિક્રીડિત તપ કહેવાય છે. એમાં પંદર દિવસના ઉપવાસના પારણે પંદર દિવસના ઉપવાસ આવે છે અને એ રીતે ચાતુર્માસ દરમિયાન એ તપ કરવાનું હોય છે. આ રીતે સમગ્ર ચાતુર્માસ દરમિયાન આહાર લેવાના દિવસ ફક્ત ચાર કે પાંચ આવે. વળી દિગમ્બર આમ્નાય પ્રમાણે આહારને દિવસે જો કોઈ અંતરાય આવે તો મુનિઓ આહાર છોડી દે છે, એટલે પારણાને દિવસે મહારાજશ્રીને કોઈ અંતરાય ન આવે એ માટે શ્રાવકો બહુ ચિંતાતુર રહેતા અને પૂરી કાળજી રાખતા હતા. આ રીતે મહારાજશ્રીએ પોતાની તપશ્ચર્યા ચાલુ રાખી હતી. કોઈ કોઈ વખત એને લીધે એમને તાવ આવી જતો ત્યારે ગૃહસ્થો એમને એ તપશ્ચર્યા છોડી દેવા માટે આગ્રહભરી વિનંતી કરતા. પરંતુ મહારાજશ્રી પોતાના વ્રતમાં સર્વથા દઢ રહ્યા હતા. આમ લલિતપુરના ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીએ સિંહવિક્રીડિતે તપશ્ચર્યા અદ્ભુત રીતે પાર પાડી હતી.
એક વાર મહારાજશ્રી એક ગામની અંદર સ્થિર હતા. અને ધર્મસ્થાનકમાં સામાયિકમાં કાઉસગ્ગ ધ્યાનમાં બેઠા હતા. તેઓ એકાગ્ર ચિત્તે ધ્યાનમાં સ્થિર થઈ ગયા હતા. એ વખતે એવું બન્યું કે ત્યાં પાસે કોઈ કીડીનું દર હતું. કીડીઓ ત્યાંથી નીકળી. ઘડીકમાં સેંકડો કીડીઓ બહાર નીકળી આવી. કેટલીક કીડીઓ મહારાજશ્રીના શરીર ઉપર ચઢી ગઈ. દિગમ્બર નગ્ન મુનિના શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org