________________
૨૬૮
પ્રભાવક સ્થવિરો
લોકો નગ્ન મુનિ તરીકે મને જોવા માટે મારી પાસે આવતા હતા. એથી કંઈક લજ્જા અને સંકોચને કારણે અને કંઈક લોકો ઓછા આવતા થાય એ કારણે મેં એક વસ્ત્ર ધારણ કરી લીધું હતું. પરંતુ આહાર લેતી વખતે, અન્ય ધાર્મિક ક્રિયાઓ કરતી વખતે અને રાત્રે હું દિગમ્બર અવસ્થા ધારણ કરી લઉં છું.”
શાંતિસાગરજીએ તેમને સમજાવ્યા કે લોકાચારને લક્ષમાં રાખી, લજ્જા અને સંકોચને કારણે દિગંબર મુનિ વસ્ત્ર ધારણ કરી લે એ બરાબર ન કહેવાય. દિગમ્બર મુનિ તો લજ્જા અને ભયથી પર હોવા જ જોઈએ. વ્યવહાર, ઉપચાર કે લોકાચારનો વિચાર કરવો એ દિગમ્બર મુનિને ન ઘટે. એટલા માટે જ દિગમ્બર મુનિને “શૂર' તરીકે ઓળખવામાં આવે છે. જે શૂરવીર હોય તે જ નગ્ન મુનિ થઈ શકે. ઉપસર્ગો અને પરીષહો તેને ડગલે ને પગલે સહન કરવાના આવે, પરંતુ તેથી ડરી જવાનું ન હોય.
શ્રી શાંતિસાગર મહારાજના ઉપદેશની અસર એમના ગુરુમહારાજ ઉપર તરત પડી. તેમણે સરળતાપૂર્વક પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો. તેમણે પોતાના શિષ્ય શાંતિસાગર મહારાજ પાસે પ્રાયશ્ચિત્ત લેવાની માંગણી કરી. ગુરુ પોતાના શિષ્ય પાસે આચાર સંબંધે પ્રાયશ્ચિત્ત લેવા તત્પર થાય એ ઘટના જ વિરલ ગણાય. શાંતિસાગર મહારાજ પણ વિનયપૂર્વક અને યથાયોગ્ય રીતે પોતાના ગુરુ ભગવંતને આચારમાં સ્થિર કરવાની શુભ દૃષ્ટિથી નાનું સરખું પ્રાયશ્ચિત્ત આપ્યું. એથી એમના ગુરુ ભગવંત પોતાના દિગમ્બર મુનિના આચારમાં ફરી પાછા સ્થિર થઈ ગયા હતા.
કુંભોજગિરિ, નાંદણી અને બાહુબલિમાં ચાતુર્માસ પછી શાંતિસાગરજી મહારાજશ્રીએ સમેતશિખરની યાત્રા માટે પ્રસ્થાન કર્યું. મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશની આ યાત્રા દરમિયાન એમને વિવિધ પ્રકારના અનુભવો થયા હતા. સમેતશિખરની યાત્રા માટે વિહાર કરતાં કરતાં મહારાજશ્રી જાન્યુઆરી મહિનામાં રાયપુર પધાર્યા હતા. કડકડતી સખત ઠંડીના એ દિવસો હતા. તેમ છતાં વસ્ત્રવિહીન અવસ્થામાં મહારાજશ્રી અને એમના શિષ્યને જોઈને જેનો ઉપરાંત અન્ય લોકોને પણ ઘણું આશ્ચર્ય થતું. મહારાજશ્રી રસ્તામાં નીકળતા ત્યારે પણ અનેક લોકો તેમનાં દર્શન માટે એકત્ર થતા. રાયપુરમાં ત્યારે એક અંગ્રેજ કલેક્ટર હતા. તેમણે તથા તેમનાં પત્નીએ પણ મહારાજશ્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org