________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
ચારિત્ર્યનો પ્રભાવ કેટલો બધો હતો અને બીજાના હૃદયનું પરિવર્તન કરવાની કળા તેમની પાસે કેવી હતી એ આવા પ્રસંગો ઉપરથી જોઈ શકાય છે.
મહારાજશ્રી પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા ક્રમે ક્રમે વધતી જતી હતી. એમના બીજા શિષ્યોમાં પાયસાગર, કુંથુસાગર, નેમિસાગર, સુધર્મસાગર, વર્ધમાનસાગર, સમત્તભદ્ર વગેરે હતા. - ઈ. સ. ૧૯૨૪માં મહારાજશ્રીએ કર્ણાટકમાં સમડોળી નામના ગામમાં ચાતુર્માસ કર્યું. એમના શાસ્ત્રાભ્યાસ અને દિગમ્બર મુનિ તરીકેના ચુસ્ત આચારપાલનને લક્ષમાં લઈને સંઘ તરફથી એમને બહુમાનપૂર્વક આચાર્યની પદવી આપવામાં આવી. - ત્યાર પછી વિહાર કરતા કરતા મહારાજશ્રી ઈ. સ. ૧૯૨૫માં શ્રવણબેલગોડા પધાર્યા. દિગમ્બર, નિર્ઝન્થ નગ્ન મુનિ તરીકે શ્રવણબેલગોડાની આ એમની પહેલી યાત્રા હતી. તેમણે અહીં આવીને ધર્મસ્થાનકમાં મુકામ કર્યો. તેમની સાથે બીજા સાત મુનિઓ, ચાર ઐલક અને ચાર ક્ષુલ્લક હતા. એ વખતે શ્રવણબેલગોડામાં ગોમટેશ્વરજીના “મહામસ્તિષ્ક-અભિષેક'નો કાર્યક્રમ હતો. મહારાજશ્રી ગોમટેશ્વરમાં ડુંગર ઉપર પહોંચી ગયા. રાત્રિમુકામ ત્યાં જ કર્યો. બીજે દિવસે આ અભિષેકની વિધિ મૈસૂર રાજ્યના રાજા કૃષ્ણરાજના હસ્તે કરાવવાની વ્યવસ્થા ઇંદોરના સર હુકમીચંદે કરાવી હતી. રાજા કૃષ્ણરાજે ડુંગર ઉપર જઈને ગોમટેશ્વરની અભિષેકવિધિ કરી અને અને ત્યાં ઉપસ્થિત રહેલા શ્રી શાંતિસાગરજી વગેરે મુનિઓના આશીર્વાદ લીધા.
આ પ્રસંગે શાંતિસાગરે એક વિચિત્ર ઘટના જોઈ. તેમના ગુરુ મહારાજ દેવેન્દ્રકીર્તિ – દેવપ્રાસ્વામી પણ ગોમટેશ્વરમાં ડુંગર ઉપર આ વિધિ વખતે પધાર્યા હતા. પરંતુ તેમણે શરીર ઉપર, કમરે એક વસ્ત્ર ધારણ કરેલું હતું. પોતાના ગુરુમહારાજને વસ્ત્ર ધારણ કરેલા જોઈને તેઓ આશ્ચર્ય સહિત વિચારમાં પડી ગયા. ગુરુમહારાજ પણ કંઈક સંકોચ અનુભવવા લાગ્યા. નીચે ઊતર્યા પછી ધર્મસ્થાનકમાં શાંતિસાગરજી પોતાના ગુરુમહારાજને એકાંતમાં મળ્યા. બંને વચ્ચે વાતચીત થઈ. શાંતિસાગરજીએ ગુરુમહારાજને વસ્ત્ર ધારણ કરવાનું કારણ પૂછ્યું. ગુરુમહારાજે કહ્યું કે, અહીં શ્રવણબેલગોડામાં રોજ સેંકડો જેન અને અજેન યાત્રિકો અને પ્રવાસીઓ આવે છે. એમાંથી ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org