________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
વિ. સં. ૧૯૭૯માં મહારાજશ્રીનું મુનિ તરીકેનું આ પ્રથમ ચાતુર્માસ હતું. ચાતુર્માસ દરમિયાન મહારાષ્ટ્રના નાંદગાવના બે શ્રાવકો તે શેઠ હીરાલાલ અને શેઠ ખુશાલચંદ શ્રવણબેલગોડાની યાત્રાએ નીકળ્યા હતા. તેઓ ચુસ્ત ધર્માનુરાગી હતા અને દીક્ષા લેવાની ભાવનાવાળા હતા. પરંતુ તે માટે તેઓ યોગ્ય ગુરુની શોધમાં હતા. શ્રી શાંતિસાગરજી મહારાજનું નામ સાંભળીને તેમને વંદન કરવા આવ્યા હતા. તેમના મનમાં મહારાજશ્રીની કસોટી કરી જોવાનો વિચાર પણ હતો. કોરમાં મહારાજશ્રી પાસે આવીને તેમણે વાતચીત કરતાં કરતાં કેટલાક પ્રશ્નો સીધા જ પૂછ્યા. તેમણે પૂછ્યું કે “મહારાજશ્રી, આપે ઠંડી અને ગરમીનો ભારે પરીષહ સહન કર્યો છે ? આપે ઉનાળામાં ડુંગર ઉપર, ચોમાસામાં વૃક્ષ નીચે અને શિયાળામાં નદીકિનારે બેસીને તપશ્ચર્યા કરી છે?'
મહારાજશ્રીએ સરળતાથી સત્યવચન કહ્યું, “ના, ભાઈ.” આપે પંદર દિવસના કે મહિનાના ઉપવાસ કર્યા છે?” મહારાજશ્રીએ કહ્યું, “ના, ભાઈ.' “તો પછી અમે આપને મુનિ તરીકે કેવી રીતે સંબોધન કરી શકીએ?'
મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, હું તમને ક્યાં એવું સંબોધન કરવા માટે કહું છું?”
“તો પછી આપ મુનિ તરીકેનો વ્યવહાર કેમ કરો છો?'
મહારાજશ્રીએ શાન્તિ અને પ્રસન્નતાપૂર્વક કહ્યું, “હું તો મુનિપદનો અભ્યાસ કરું છું. કોઈ મને કહે કે ન કહે તેની સાથે મને કશી જ નિસબત નથી.”
મહારાજશ્રી સાથે આવી રીતે કર્કશ ચર્ચા ચાલતી જોઈને ત્યાં બેઠેલા ભક્ત સમુદાયમાંથી કેટલાક આ બે આગંતુક શ્રાવકો ઉપર ચિડાઈ ગયા અને કહ્યું કે, “તમે મહારાજશ્રી સાથે આમ ઉદ્ધતાઈથી વાત ન કરો. જરા વિનયથી વાત કરો. નહિ તો અમે તમને અહીંથી હાંકી કાઢીશું.'
મહારાજશ્રીએ રોષે ભરાયેલા ભક્તોને અટકાવ્યા અને શાન્ત પાડ્યા. પછી તેમણે ભક્તોને કહ્યું, “કોઈ પણ વ્યક્તિને કંઈ પણ પૂછવું હોય, કે ચર્ચા કરવી હોય તો તેનો અધિકાર છે. એથી આપણે ગરમ થવાનું ન હોય.”
આ રીતે લોકોને શાંત પાડીને મહારાજશ્રીએ એ બે શ્રાવકો સાથે પ્રેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org