________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
આ રીતે નગ્નાવસ્થામાં જોયા. તેમને માટે આવું દશ્ય નવું અને કૌતુક જગાવે એવું હતું. વળી એમની સંસ્કૃતિની દૃષ્ટિએ એમને એ દશ્ય અસભ્ય પણ લાગ્યું. કલેક્ટરની પત્નીએ પોતાના પતિને એ વિશે ફરિયાદ કરી. એટલે કલેક્ટરે પોલીસ દ્વારા મહારાજશ્રીને તથા એમના શિષ્યોને નગ્નાવસ્થામાં વિહાર બંધ કરવાનો હુકમ કર્યો. પરંતુ રાયપુરના કેટલાક વિદ્વાનો કલેક્ટર પાસે પહોંચ્યા. સાધુઓની દિનચર્યા કેવી હોય છે તે ગ્રંથો બતાવીને સમજાવ્યું. આવી સખત ઠંડીમાં પણ આવું કઠિન ધર્મમય જીવન દિગમ્બર મુનિઓએ જીવવાનું હોય છે એ જાણીને કલેક્ટરને બહુ આશ્ચર્ય થયું, એટલું જ નહિ, એનું હૃદયપરિવર્તન પણ થયું. તરત જ એમણે દિગમ્બર સાધુની સંચારબંધીનો હુકમ પાછો ખેંચી લીધો.
મહારાજશ્રીને આવી રીતે નગ્નાવસ્થામાં વિહાર કરવામાં કાયદાની દૃષ્ટિએ ક્યારેક ક્યારેક મુશ્કેલીઓ પડી હતી, પરંતુ મહારાજશ્રીએ તે માટે ક્યારેય નમતું આપ્યું ન હતું. તેઓ કહેતા હતા કે “જરૂર પડશે તો હું અનશન કરીને દેહનો ત્યાગ કરીશ, પરંતુ આચારનો લોપ કાયદાને વશ થઈને ક્યારેય નહિ
એક વખત મહારાજશ્રી વિહાર કરતા કરતા મધ્યપ્રદેશમાં મહાકોશલ પ્રાંતમાં સાગર નામના નગરમાં પધાર્યા. મહારાજશ્રીનો ઉપદેશ શ્રવણ કરવા માટે ભક્તો આવવા લાગ્યા. મહારાજશ્રી સાગર પાસે આવેલા દ્રોણગિરિ પર્વત ઉપર કોઈ કોઈ વખત જઈને આખી રાત ત્યાંના જિનમંદિરમાં ધ્યાનમાં બેસતા. વૈશાખ મહિનાની ગરમીના એ દિવસો હતા. મહારાજશ્રી રોજ પોતાની ધ્યાનની સાધના પૂરી થાય એટલે સવારે નીચે આવતા. નીચે આવવાનો સમય લોકો જાણતા અને એ સમયે લોકો તેમનાં દર્શન માટે તળેટીમાં એકત્ર થતા. એક દિવસ નિશ્ચિત સમય કરતાં ઘણો વધુ સમય લાગ્યો. એથી શ્રાવકોને ચિંતા થઈ. તેઓ પર્વત ઉપર જઈ તપાસ કરવાનો વિચાર કરતા હતા એટલામાં મહારાજશ્રી નીચે પધાર્યા. લોકોએ મોડું થવાનું કારણ પૂછ્યું. મહારાજશ્રીએ પહેલાં તો કશું કહેવાની અનિચ્છા દર્શાવી. પરંતુ પછી શ્રાવકોનો આગ્રહ થતાં એમણે કહ્યું કે, “હું ધ્યાનમાં હતો તે વખતે રાત્રે એક વાઘ મારી બાજુમાં આવીને બેસી ગયો. સૂર્યોદય થયો છતાં એ ખસતો નહોતો. એને મૂકીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org