________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
૨૫૩
શકવાની શક્તિ પ્રાપ્ત થઈ હતી. એ માટે તેઓ પોતે એમ માનતા હતા કે પૂર્વજન્મના કોઈ ક્ષયોપશમને કારણે તેઓ આટલી તત્ત્વરુચિ ધરાવતા થયા હતા.
સાતગૌડાની ઉપર રુદ્રાપ્યા નામના એમના એક બાલમિત્રની ઘણી મોટી અસર રહી હતી. ભોજ નામના ગામની અંદર તેઓ જ્યારે હતા અને શાળામાં સાથે અભ્યાસ કરતા હતા ત્યારે આ રુદ્રાપાની દોસ્તી તેમને ગમી ગઈ હતી. રુદ્રાપ્યા હિન્દુ લિંગાયત કોમના હતા અને શુદ્ધ શાકાહારી હતા. એટલે તેમને ઘરે જવા-આવવાનું સાતગૌડાને ગમતું. આશ્ચર્યની વાત તો એ છે કે એ નાની ઉંમરે રુદ્રાપ્પાને પણ તત્ત્વજ્ઞાનમાં રસ પડતો હતો. ચાતુર્માસ દરમિયાન રુદ્રાપ્યા પણ સાતગૌડાની સાથે જિનમંદિરે જતા. જૈન ધર્મસિદ્ધાંત અને આચારનો પ્રભાવ તેમના ઉપર ઘણો પડ્યો હતો. રુદ્રાપ્પાએ સાતગોડાની જેમ રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. રુદ્રાપ્પા અત્યંત શ્રીમંત કુટુંબના પુત્ર હતા, છતાં મોજશોખમાં એમને રસ ન હતો. ખાવાપીવામાં તેમના જીવનમાં સાદાઈ હતી. ઘણી વાર તેઓ ઘરમાં એકલા બેસીને આત્મચિંતન કરતા. બંને મિત્ર કેટલીક વાર ગામની બહાર દૂર વગડામાં જઈ કોઈ વૃક્ષ નીચે બેસી શાસ્ત્રચર્ચા કરતા. સાતગૌડાના ત્યાગવૈરાગ્યને પોષવામાં આ લિંગાયતી કોમના વેદાંતપ્રેમી પરંતુ જેન તત્ત્વના આચારથી પ્રભાવિત એવા રુદ્રાપ્યાની અસર ઘણી પડી હતી. દુર્ભાગ્યે ગામમાં જ્યારે મરકીનો ઉપદ્રવ ફાટી નીકળ્યો ત્યારે રુદ્રાપ્યા તેમનો ભોગ બન્યા હતા. એમના એ અંતિમ દિવસોમાં સાતગોડા દિવસરાત એમની પાસે બેસી રહેતા અને એમને નવકારમંત્ર સંભળાવતા તથા “અરિહંત અરિહંત' એવો જાપ કરાવતા. રુદ્રાપ્પા ભાવપૂર્વક અરિહંતનો જાપ કરતા. જાપ કરતાં કરતાં સમાધિપૂર્વક એમણે પોતાનો દેહ છોડ્યો હતો.
શાળા છોડ્યા પછી સાતગૌડા પોતાના પિતાશ્રીની અનાજની તથા કાપડની દુકાનમાં કામ કરવા લાગ્યા હતા. દુકાન પર પોતે એકલા બેઠા હોય ત્યારે તેમણે એવી પદ્ધતિ રાખી હતી કે જે કોઈ ઘરાક આવે અને ધર્મની વાત સંભળાવવા તૈયાર હોય તેને જ તેઓ માલ આપતા. તેઓ આવેલા ઘરાકને પહેલાં કોઈ એક ધર્મગ્રંથમાંથી એકાદ પાનું વાંચી સંભળાવતા અથવા એકાદ ગાથા સમજાવતા અથવા કોઈ મહાત્માના જીવનમાંથી એકાદ પ્રેરક પ્રસંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org