________________
૨ ૫૪
પ્રભાવક સ્થવિરો
કહેતા. સમયની નિરાંતના એ દિવસો હતા. એટલે દુકાને બેસીને ઘરાકો સાથે ધર્મકથાનો આવો વ્યવહાર કરવાની આ એમની નિત્યની પદ્ધતિ થઈ ગઈ
હતી.
- સાતગૌડા પોતાની દુકાનમાં એક જ નિશ્ચિત ભાવ રાખતા. તેઓ કોઈને છેતરતા નહિ. આમ છતાં કોઈ ઘરાક એવા આવે કે જે ભાવતાલમાં બહુ કચકચ કરતા તો સાતગૌડા તરત તેને છોડીને પોતાનો ધર્મગ્રંથ વાંચવા બેસી જતા.
તેઓ જ્યારે પોતાના ખેતરમાં કામ કરવા જતા ત્યારે ત્યાં પણ ફાજલ સમયમાં ધર્મવાર્તા કરતા. તેમનામાં કપટભાવ બિલકુલ નહોતો. તેઓ વૈરાગ્યની મૂર્તિ જેવા હતા અને કેટલીક વાર એમની દુકાને કે એમના ખેતરમાં કેટલાક લોકો એમની સાથે ધર્મગોષ્ઠી કે સત્સંગ કરવા માટે જ ખાસ આવતા.
સાતગૌડા આ રીતે પોતાનાં માતાપિતા સાથે ઘરમાં એકાંતપ્રિય અને અતર્મુખ બનીને રહેવા લાગ્યા હતા. તેઓ ઘરમાં પણ ખપ પૂરતી ઓછી વાત કરતા. તેઓ આડોશી-પાડોશી સાથે પણ ટોળટપ્પા કરતા નહિ. તેઓ પોતાના પિતાની સાથે દુકાને જતા અને ઘરમાં આવે ત્યારે પોતાનો સમય વ્રત, સંયમ અને સ્વાધ્યાયમાં પસાર કરતા. તેઓ જ્યારે દુકાને જાય ત્યારે ત્યાં પણ જ્યાં સુધી પિતાજી અને નાના ભાઈ કુમગૌડા દુકાનમાં હોય ત્યાં સુધી તેઓ વેપારની વાતચીતમાં રસ લેતા નહિ અને ઘરાકો સાથે માથાકૂટ કરતા નહિ. પોતાના નાના ભાઈ કુમગોડાને જ તેઓ કહેતા કે તમે જ દુકાનનો બધો કારભાર ચલાવો. મને એમાં રસ નથી. કોઈક વાર દુકાનમાં પિતાજી અને નાના ભાઈ ન હોય અને કોઈક ઘરાક આવ્યું હોય તો તેઓ ઘરાકને કહેતા કે, “જુઓ ભાઈ, આ કાપડના તાકાઓ પડ્યા છે, એમાંથી તમને જે કાપડ ગમે તે તાકામાંથી તમારી મેળે માપીને અને કાપીને લઈ લો. એનો જે ભાવ લખ્યો છે તે પ્રમાણે હિસાબ કરીને જે પૈસા થતા હોય તે ગલ્લામાં નાખી દો. જો તમારે ઉધાર લઈ જવાનું હોય તો આ ચોપડો પડ્યો છે તેમાં તમારા હાથે લખી લો.' આ રીતે સાતગૌડાની પ્રામાણિકતા અને ધંધાની બાબતમાં નિઃસ્પૃહતા જોઈને ઘરાકોને શરૂઆતમાં આશ્ચર્ય થતું. પરંતુ પછીથી બધા ઘરાકો સાતગૌડાની પ્રકૃતિથી અને એમના ધંધાની આ પ્રશસ્ય રીતથી સુમાહિતગાર થઈ ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org