________________
૨૬૦
પ્રભાવક સ્થવિરો
આ વાતની જ્યારે ઘરનાં સ્વજનોને ખબર પડી ત્યારે તેઓ ઉત્તર ગામે આવી પહોંચ્યા. સાતગીડાને કેશલોચ સહિત ક્ષુલ્લકના સ્વરૂપમાં લંગોટી જેવું વસ્ત્ર પહેરીને બેઠેલા જોઈને ઘરનાં સ્વજનો રડવા લાગ્યાં. પરંતુ એથી સાતગૌડા જરા પણ અસ્વસ્થ ન થયા. તેમણે સ્વજનોને કહ્યું કે, “તમે કોઈ રડશો નહિ. રડવા માટે અહીં આવવાનું ન હોય. મેં તો એક ઉત્તમ માર્ગ સ્વીકાર્યો છે.” એમના ઉપદેશથી સ્વજનો શાંત બન્યાં. ત્યારપછી સ્વજનોએ ત્યાં રોકાઈને ક્ષુલ્લક શાંતિસાગરને વિધિપૂર્વક આહાર પણ વહોરાવ્યો.
એ દિવસોમાં દિગમ્બર પરંપરામાં દીક્ષા લેનારની સંખ્યા બહુ જ અલ્પ રહેતી. એટલે દિગમ્બરોમાં ક્ષુલ્લક, ઐલક અને મુનિઓના આચારોમાં પણ જુદી જુદી પરંપરા ચાલતી હતી. કર્ણાટકમાં દિગમ્બરોમાં એક પરંપરા અનુસાર ક્ષુલ્લક અને ઐલક કોઈ પણ ગૃહસ્થોને ઘરે જઈને આહાર લેતા. તેઓ વાહનનો ઉપયોગ પણ કરતા. બીજી પરંપરામાં ક્ષુલ્લક, ઐલકને ગૃહસ્થને ઘરે આહાર લેવાની તથા વાહનનો ઉપયોગ કરવાની મનાઈ હતી. ક્ષુલ્લક શાંતિસાગરે જ્યારે ક્ષુલ્લકની દીક્ષા લીધી ત્યારે એમને કમંડલ અને મોરપીંછ પણ આપવામાં આવ્યાં ન હતાં. શાંતિસાગરે તાંબાના એક લોટાને દોરી બાંધીને કમંડલ તરીકે વાપરવાનું ચાલુ કર્યું હતું. મોરપીંછ માટે એમના ગુરુમહારાજ દેવેન્દ્રકીર્તિસાગરે પોતાનાં પીંછામાંથી થોડાં પીછાં કાઢી આપ્યાં હતાં, જેમાંથી શાંતિસાગરે પોતાને માટે કામચલાઉ મોરપીછ બનાવી લીધું હતું.
ક્ષુલ્લકની દીક્ષા લીધા પછી શાંતિસાગર તપ-જપ સ્વાધ્યાય-ધ્યાન વગેરેમાં મગ્ન રહેવા લાગ્યા. તેઓ જુદા જુદા મંત્રના દર મહિને ઓછામાં ઓછા ૨૫ લાખ જાપ કરતા. તેઓ પોતાના આચારનું ચુસ્તપણે પાલન કરવા લાગ્યા. તેમનો પવિત્ર આત્મા ધ્યાનમાં જ્યારે આરૂઢ થઈ જતો ત્યારે જાણે કશાની જ એમને ખબર રહેતી નહિ. ક્ષુલ્લક શાંતિસાગરે ક્ષુલ્લક તરીકેનું પોતાનું પ્રથમ ચાતુર્માસ કર્ણાટકમાં કોગનોલી નામના નગરમાં કર્યું હતું. આ ચાતુર્માસ દરમિયાન એક ચમત્કારિક ઘટના બની હતી. એક દિવસ ક્ષુલ્લક શાંતિસાગર મંદિરમાં સાંજના સમયે ધ્યાનમાં બેઠા હતા. મંદિરમાં અંધારું થવા આવ્યું હતું. એ વખતે છ ફૂટ લાંબો એક સાપ મંદિરમાં આવી ચઢ્યો. ઘૂમતો ઘૂમતો એ સાપ શાંતિસાગર પાસે આવ્યો. પરંતુ શાંતિસાગર તો પોતાના ધ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org