________________
૨૬૨
પ્રભાવક સ્થવિરો
ગિરનારની યાત્રા કરીને સંઘ પૂના થઈને પાછો ફરી રહ્યો હતો. પૂનાથી મીરજના રસ્તે કુંડલ રોડ સ્ટેશન પર બધા ઊતર્યા અને ત્યાં કુંડલ તીર્થનાં દર્શન માટે ગયા. ત્યાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરીને ભગવાનની સમક્ષ ઐલક શ્રી શાંતિસાગરજીએ પોતાની પ્રતિજ્ઞા જાહેર કરી કે આજથી હવે હું કોઈ પણ પ્રકારના વાહનનો ઉપયોગ કરીશ નહિ અને માત્ર પાદવિહાર કરીશ.” સંઘના શ્રાવકો રેલવે દ્વારા પોતપોતાના મુકામે પહોંચ્યા અને શાંતિસાગરજીએ પોતાનો વિહાર ચાલુ કર્યો. નસલાપુર, બીજાપુર વગેરે સ્થળે વિહાર કરીને તેઓ એનાપુર પહોંચ્યા. ત્યાં તેમણે પંદર દિવસ સ્થિરતા કરી. ત્યાં તે વખતે દિગમ્બર મુનિ આદિસાગર મહારાજ બિરાજમાન હતા. એમના સહવાસથી શાંતિસાગરજીએ ખૂબ ઉલ્લાસ અનુભવ્યો. તેમની જેમ પોતે પણ જલદી જલદી નિર્ઝન્ય મુનિ બને એ માટે તેઓ તાલાવેલી સેવવા લાગ્યા.
ઐલક થયા પછી શાંતિસાગરજી પોતાના ગુરુવર્ય દેવેન્દ્રકીર્તિ પાસે આવ્યા અને પોતાને દિગમ્બર દીક્ષા આપવામાં આવે તે માટે વિનંતી કરી દેવેન્દ્રકીર્તિ તે વખતે યરનાળ નામના ગામમાં બિરાજમાન હતા. દેવેન્દ્રકીર્તિએ શાંતિસાગરજીને સમજાવ્યું કે દિગમ્બર દીક્ષા સહેલી નથી. એનું પાલન કરવાનું અત્યંત કપરું છે. જો કોઈ વ્યક્તિ એનું બરાબર પાલન ન કરી શકે તો તે વાત ગુપ્ત રહેતી નથી. એથી તે વ્યક્તિની, તેના ધર્મની અને તેને દીક્ષા આપનાર ગુરુની અપકીર્તિ થાય છે. પરંતુ શાંતિસાગરજી તો નિર્ઝન્ય મુનિની દીક્ષા લેવા માટે મક્કમ હતા. દેવેન્દ્રકીર્તિ સ્વામીએ એમની જાતજાતની કસોટી કરી અને જ્યારે પાકી ખાતરી થઈ ત્યારે છેવટે એમને મુનિદીક્ષા આપવાનું નક્કી કર્યું.
દિગમ્બર મુનિ માટે કેશલોચ, સ્નાનત્યાગ, ભૂમિશયન, અદંતધાવન, ઊભા ઊભા એક ટંક એક જ સમયે હાથમાં લઈને આહાર કરવો એવી એવી એકવીસ પ્રકારની અત્યંત કઠિન વ્રતચર્યા હોય છે.
આ વ્રતચર્યા માટે શાંતિસાગરજી પૂરેપૂરા સજ્જ, સ્વસ્થ અને દઢનિશ્ચય હતા. એટલે જ દેવેન્દ્રકીર્તિ સ્વામીએ તેમને મુનિદીક્ષા આપવાનો નિર્ણય કર્યો. એ મુજબ વિ. સં. ૧૯૭૬ (ઈ. સ.૧૯૨૦)ફાગણ સુદ અગિયારસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org