________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
નિમગ્ન હતા. સાપ શાંતિસાગરના શરીર ઉપર ચઢ્યો, પરંતુ એથી શાંતિસાગર પોતાના ધ્યાનમાંથી ચલિત થયા નહિ. એ વખતે પૂજારી મંદિરમાં દીવો કરવા માટે આવ્યો. દીવો કરતાં જ એણે જોયું કે શાંતિસાગર ધ્યાનમાં બેઠા છે અને એમના શરીર ઉપર સાપ છે. એ દૃશ્ય જોતાં જ પૂજારી ચોંકી ગયો અને ગભરાઈને બહાર દોડ્યો. એણે બૂમાબૂમ કરી મૂકી. એ સાંભળીને આસપાસથી પણ માણસો દોડી આવ્યા. તેઓ બધા વિચારવા લાગ્યા કે જો ઘોંઘાટ કરીને સાપને પકડવાનો પ્રયાસ કરીશું અને રખે ને સાપ શાંતિસાગરને ડંખ મારશે તો મોટો અનર્થ થશે. એના કરતાં છુપાઈને નજર રાખવી કે સાપ ક્યારે શાંતિસાગરના શરીર ઉ૫૨થી નીચે ઊતરે છે. સૌ એ રીતે ઉત્સુકતાપૂર્વક રાહ જોવા લાગ્યા. કેટલીક વાર પછી સાપ ધીમે ધીમે શાંતિસાગરના શરીર ઉપરથી નીચે ગયો અને ઝડપથી બહાર નીકળીને અંધારામાં ક્યાંક એવી રીતે ભાગી ગયો કે તે કઈ બાજુ ગયો તે પણ જાણી શકાયું નહિ. શાંતિસાગર ધ્યાનમાંથી જાગ્રત થયા ત્યારે તેમને આ ઘટનાની ખબર પડી. પરંતુ તેમણે તો એ ઘટનાને સહજ રીતે સ્વીકારી લીધી. પરંતુ આ ઘટના બનતાં ગામલોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. શાંતિસાગરના સંયમના પ્રભાવની આ ચમત્કારિક વાત ચારે બાજુ પ્રસરી ગઈ.
શાંતિસાગરજી મહારાજ કોગનોલીથી વિહાર કરીને કોલ્હાપુર પાસે બાહુબલિ તીર્થમાં પધાર્યા. તે વખતે આસપાસના વિસ્તારમાં વસતા જૈનોએ મહારાજશ્રી પાસે ગિરનાર તીર્થની યાત્રાનો પ્રસ્તાવ મૂક્યો. ક્ષુલ્લક તરીકે શાંતિસાગર મહારાજે વાહનનો હજુ ત્યાગ કર્યો નહોતો. એટલે સંઘયાત્રાના આ પ્રસ્તાવનો એમણે સ્વીકાર કર્યો. સંઘના શ્રાવકો સાથે ટ્રેનમાં બેસી તેઓ જૂનાગઢ પહોંચ્યા હતા. ગિરનારની યાત્રાથી એમને અપાર ઉલ્લાસ થયો હતો. નેમિનાથ ભગવાનની પ્રતિમા અને પાદુકાનાં દર્શન-વંદન કરીને એમણે ધન્યતા અનુભવી હતી. એમની નજર સમક્ષ બાલ બ્રહ્મચારી નેમિનાથ ભગવાનનું જીવન જાણે એક ચિત્રપટની જેમ તાજું થયું હતું. એમના હ્રદયના ભાવ દૃઢપણે એટલા ઊંચા થયા હતા કે પોતાની જ મેળે એમણે પોતાનું ઉપરનું ભગવું વસ્ત્ર છોડી દીધું અને માત્ર લંગોટભેર રહીને પોતાને એલક તરીકે ત્યાં સંઘ સમક્ષ જાહેર કરી દીધા.
Jain Education International
૨૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org