________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
૨૫૯
માતા અને પિતા બંનેનો સ્વર્ગવાસ થયો ત્યાર પછી આપેલા વચન અનુસાર સાતગોડાએ દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. એ વખતે એમની ઉંમર ૪૧ વર્ષની હતી. તેઓ પોતે ઘણાં વર્ષથી ઘરમાં રહીને સાધુ જેવું જીવન જીવતા હતા. હવે દીક્ષા માટે યોગ્ય ગુરુની શોધમાં તેઓ ફરવા લાગ્યા હતા.
એ દિવસોમાં એક વખત કર્ણાટકમાં દિગમ્બર મુનિરાજ દેવેન્દ્રકીર્તિ વિહાર કરતા હતા. તેઓ દેવપ્નાસ્વામી તરીકે વધારે જાણીતા હતા. એકંદરે દિગમ્બર મુનિઓની સંખ્યા ઘણી ઓછી હોય છે, કારણ કે એ સાધનામાર્ગ અત્યંત દુષ્કર છે. દેવપ્રાસ્વામી વિહાર કરતા કરતા ઉત્તર નામના ગામમાં પધાર્યા હતા. એ જાણીને સાતગૌડા એમને વંદન કરવા માટે ગયા. સાતગીડાને દીક્ષા લેવી હતી. એમણે દેવપ્નાસ્વામીને કહ્યું, “ગુરુમહારાજ !” મને મુનિદીક્ષા આપો.”
દેવપ્પાસ્વામીએ કહ્યું, “ભાઈ, એવી રીતે નગ્ન મુનિ તરીકે સીધી દીક્ષા લેવી એ સરળ વાત નથી. જૈન ધર્મમાં ગૃહસ્થોએ ક્રમે ક્રમે દીક્ષાના માર્ગે આગળ વધવાનું હોય છે. ગૃહસ્થોને પહેલાં ફક્ત બે વસ્ત્ર ધારણ કરનાર ક્ષુલ્લકની દીક્ષા આપવામાં આવે છે. એ માટે જુદી જુદી પ્રતિમા' (સાધના) વહન કરવાની હોય છે. એ પ્રતિમાઓનો અભ્યાસ સારી રીતે થાય એ પછી ફક્ત કમરે એક વસ્ત્ર ધારણ કરનાર ઐલકની દીક્ષા આપવામાં આવે છે. ત્યારપછી તેમાં સ્થિરતાની પૂરી ખાતરી થાય તો જ ગુરુમહારાજ નિર્ચન્થ (નગ્ન) મુનિની દીક્ષા આપે છે. નગ્ન મુનિની દીક્ષા લેવી એ સહેલી વાત નથી. નગ્ન મુનિની દીક્ષા લીધા પછી જો એનું પાલન ન થાય તો ધર્મ વગોવાય છે. નગ્ન મુનિની દીક્ષામાં ઘણાં આકરાં વ્રત હોય છે અને સંકટો તથા ઉપસર્ગો સહન કરવાની શક્તિ કેળવવવાની હોય છે. માટે એકાએક દિગમ્બર મુનિની દીક્ષા આપવામાં આવતી નથી.”
ગુરુમહારાજની ભલામણ અનુસાર સાતગૌડાએ ક્ષુલ્લકની દીક્ષા લેવાનું સ્વીકાર્યું. આ રીતે વિ. સં. ૧૯૭૨ (ઈ. સ. ૧૯૧૬)ના જેઠ સુદ ૧૩ના રોજ સાતગૌડાને ક્ષુલ્લક દીક્ષા આપવામાં આવી. એમનું નામ શાંતિસાગર રાખવામાં
આવ્યું.
સાતગૌડાએ ક્ષુલ્લકની દીક્ષા લીધી ત્યારે પોતે ઘરમાં સ્વજનોને જણાવ્યું નહોતું. ગુરુમહારાજ પાસે જઈને ઉત્તર ગામની અંદર એમણે દીક્ષા લઈ લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org