________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
૨૫૭.
મળી. તેઓ સમેતશિખર પહોંચ્યા ત્યારે તેમણે બહુ ધન્યતા અનુભવી. એમના ચિત્તમાં ત્યાગ-વૈરાગ્યના ભાવો ઊભરાવા લાગ્યા. એ વખતે એમણે બે પ્રખર બાધાઓ લીધી. એક, જીવન પર્યંત ક્યારેય ઘી અને તેલ ન ખાવાં. બીજી બાધા એવી લીધી કે જીવન પર્યત દિવસમાં એક જ વખત આહાર કરવો. સાતગૌડા દીક્ષા લેવાની ભાવનાવાળા હતા. વળી પોતાનાં માતાપિતાને વર્ષો સુધી દિવસમાં એક જ વખત આહાર લેતાં નિહાળ્યાં હતાં. એટલે આ પ્રકારની આકરી બાધાઓ તેમના ભાવિ સાધુજીવનની પૂર્વતૈયારીરૂપે ઘણી ઉપયોગી નીવડે એવી હતી.
સમેતશિખરની જાત્રા કરવા ઉપરાંત સાતગૌડાએ ત્યાં નજીકમાં આવેલાં પાવાપુરી, ચંપાપુરી, રાજગૃહી વગેરે તીર્થોની પણ યાત્રા કરી લીધી.
સાતગૌડા જ્યારે શિખરજીના એ ડુંગર ઉપર ચઢી રહ્યા હતા ત્યારે એમની સાથે આવેલાં સગાંસંબંધીઓમાંથી એક વૃદ્ધ બાઈ શિખરજીના ડુંગર ઉપર ચઢતાં બહુ થાકી જવા લાગી. હજુ શરૂઆતમાં જ ડુંગર ઉપર સીતાનાળા નામની જગ્યા સુધી બધાં પહોંચ્યા હતાં ત્યાં તો એ બાઈ એટલી થાકી ગઈ કે એને લાગ્યું કે હવે પોતાનાથી ઉપર જઈ જાત્રા કરી શકાશે નહિ. તે બહુ રડવા લાગી. લોકોએ પૂછયું ત્યારે એણે કહ્યું કે, “ઠેઠ આટલે સુધી આવીને મારી જાત્રા હવે હું કરી નહિ શકું? મારો ફેરો નિષ્ફળ જશે? કેટલાંય વર્ષોથી શિખરજી જાત્રાનું હું સ્વપ્ન સેવતી હતી, પણ અહીં આટલે સુધી આવ્યા પછી હું હવે ડુંગર ઉપર જઈ શકું એમ નથી.”
એ વખતે સાતગૌડાએ એ વૃદ્ધ મહિલાને સાંત્વન આપ્યું અને કહ્યું, માજી! તમે ફિકર કરો નહિ. મારા ખભા ઉપર બેસાડીને હું તમને ઠેઠ સુધીની જાત્રા કરાવીશ.”
સાતગૌડાએ એ રીતે એ માજીને પોતાના ખભા ઉપર ઊંચકીને શિખરજીનો પર્વત ચઢીને સારી રીતે જાત્રા કરાવી. સાતગોડામાં શારીરિક તાકાત કેટલી બધી હતી તે આવા પ્રસંગો ઉપરથી જોઈ શકાય છે.
સાતગૌડાના પિતા ભીમગોડા અને માતા સત્યવતીનું પ્રૌઢાવસ્થાનું જીવન વધુ સંયમ, તપશ્ચર્યા અને ધર્મક્રિયામાં વીતવા લાગ્યું. તેઓ ગામમાં પધારેલા ક્ષુલ્લક, એલક, મુનિ વગેરેને આહાર માટે ઘરે બોલાવી લાવતા. ભીમગોડાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org