________________
૨૫૮
પ્રભાવક સ્થવિરો
જીવનનાં છેલ્લાં સોળ વર્ષ દિવસમાં એક વખત ભોજન કરવાના વ્રતનું પાલન કર્યું હતું. વળી તેમણે સ્વદા૨ાસંતોષ અને પછીથી છેલ્લાં સોળ વર્ષ આજીવન બ્રહ્મચર્ય-વ્રત સ્વીકાર્યું હતું. પાંસઠ વર્ષની વયે તેમની તબિયત લથડી ત્યારે તેમણે અનશન-વ્રત (યમ સંલેખના વ્રત) સ્વીકારી લીધું હતું અને સમાધિમરણપૂર્વક દેહ છોડ્યો હતો. ઘરમાં કોઈએ પણ શોક ન પાળવો એવી સ્પષ્ટ સૂચના આપી દીધી હતી. એમના અવસાન વખતે એમનાં પત્ની સત્યવતીએ અપૂર્વ સ્વસ્થતા અને ધીરજ ધારણ કર્યાં હતાં. તેઓ ખરેખર દેવી જેવાં હતાં. તેઓ સંયમની મૂર્તિ હતાં. પોતાના પતિ ભીમગૌડાએ જ્યારે દિવસમાં એક વખત આહાર કરવાનું અને આજીવન બ્રહ્મચર્યનું વ્રત લીધું ત્યારે એમણે મસ્તકે મૂંડન કરાવી દીધું હતું. તેમણે સફેદ વસ્ત્ર ધારણ કરી લીધાં હતાં. પોતાની પાસે એક કમંડળ અને પીંછી રાખીને દિગમ્બર સંપ્રદાયની આર્થિકા જેવું જીવન તેઓ જીવવા લાગ્યાં હતાં.
પોતાનાં માતાપિતાની આવી સંયમથી ભરેલી જીવનયાત્રા જોઈને તથા વારંવાર દિગમ્બર મુનિઓની સાથે તેમનું કમંડલ અને પીંછી ઊંચકીને ચાલવાના સંસ્કારને લીધે સાતગોડાને નાનપણથી જ મુનિજીવનનું આકર્ષણ થયું હતું.
સાતગૌડા સ્વસ્થ પ્રકૃતિના હતા. એમનો ધર્માભ્યાસ વધતો જતો હતો. સાધુ-સંતો સાથે એમનો સત્સંગ પણ વધતો જતો હતો. એમની તત્ત્વદૃષ્ટિ પણ ખીલતી જતી હતી. સંસારના સ્વરૂપનું તેઓ અનાસક્તભાવે અવલોકન કરતા રહેતા હતા. એમની આ તત્ત્વદૃષ્ટિની અને આત્મશાંતિની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી કે જ્યારે એમણે પોતાના પિતાને અને ત્યાર બાદ પોતાની માતાને, મૃત્યુ પ્રસંગે ધર્મશ્રવણ કરાવ્યું અને તેઓ બંનેને અનુક્રમે શાંતિપૂર્વક સમાધિકરણ કરાવ્યું. પિતાના અને ત્યાર પછી માતાના અવસાન પ્રસંગે ઘરનાં બધાં સ્વજનો, સગાંસંબધીઓ અને પાડોશીઓ રુદન કરતાં હતાં ત્યારે સાતગૌડા એટલા જ સ્વસ્થ અને આત્મમગ્ન રહ્યા હતા. એમની આંખમાંથી એક પણ આંસુ સર્યું ન હતું. તેમનામાં જડતા નહોતી, પણ જન્મમરણની ઘટમાળનો સ્વસ્થપણે સ્વીકાર હતો, કારણ કે તેઓ વૈરાગ્યની મૂર્તિ હતા. અને તેમનું આત્મબળ ઘણું ઊંચું હતું.
સાતગૌડાને દીક્ષા લેવા માટે ઘણાં વર્ષ સુધી રાહ જોવી પડી. એમનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org