________________
૨૫૬
પ્રભાવક સ્થવિરો
માતાપિતાએ ઘરમાં એમની સગાઈ અંગે વિચારણા ચાલુ કરી. એ વખતે સાતૌડાએ સ્પષ્ટ શબ્દોમાં માતાપિતાને જણાવી દીધું કે, ‘જુઓ, હું કોઈ દિવસ લગ્ન કરવાનો નથી. હું આજીવન બ્રહ્મચારી રહેવાનો છું અને મારા મનમાં દીક્ષા લેવાની ભાવના છે.'
સાતગૌડાની આ સ્પષ્ટ જાહેરાતથી માતાને આઘાત લાગ્યો. માતા ધર્મપરાયણ હતી, પરંતુ માતૃસહજ વાત્સલ્યને કારણે દીકરાને પરણેલો જોવા અને ઘરમાં વહુ આણવા તે ઉત્સુક હતી. પિતા તટસ્થ હતા, કારણ કે તેઓ વધુ ધર્મપરાયણ હતા. સાતગૌડાના નિર્ણયથી તેમને જરા પણ આઘાત લાગ્યો નહિ, બલકે આનંદ થયો. તેમણે કહ્યું, ‘બેટા ! આપણા ઘરના ધાર્મિક વાતાવરણ અનુસાર દીક્ષા લેવાના તારા નિર્ણયથી મને બહુ આનંદ થયો છે. તું જો દીક્ષા લેશે તો હું માનીશ કે મારું જીવન સાર્થક થયું છે. તું તારા દીક્ષાના નિર્ણયમાં અડગ રહેજે અને અમારા જીવનને ઉજ્જવળ બનાવજે.’
માતાની માનસિક અવસ્થા જુદી હતી. તેમની ઈચ્છા એવી હતી કે દીકરો ન પરણવાનો હોય તો ભલે ન પરણે, પરંતુ પોતે હયાત હોય ત્યાં સુધી ઘરમાં રહે તો સારું. પિતાને પણ પોતાની કાપડની દુકાનમાં મદદનીશની જરૂર હતી. આથી માતાપિતાએ સાતગૌડાને કહ્યું, બેટા, તારે લગ્ન નથી કરવાં અને એ નિર્ણયમાં તું મક્કમ છે તો ભલે, પણ અમારી વિનંતી છે કે અમે હયાત હોઈએ ત્યાં સુધી તારે દીક્ષા ન લેવી. ભગવાન મહાવીરે પણ માતાપિતાનું માન્યું હતું તો તારે પણ અમારી આટલી વિનંતી માન્ય રાખવી જોઈએ. ઘરમાં રહીને તારાથી જે કંઈ ધર્મારાધના થાય તે તું અવશ્ય કર, પરંતુ દીક્ષા લેવાનું પછીથી જ રાખજે.'
સાતગૌડાને દીક્ષા વહેલી લેવી હતી, પરંતુ માતાપિતાના દિલને તેઓ દુઃખ આપવા ઈચ્છતા ન હતા. એટલે એમણે માતાપિતાની વિનંતીનો સ્વીકાર કર્યો અને વચન આપ્યું કે જ્યાં સુધી તેઓ હયાત છે ત્યાં સુધી પોતે દીક્ષા નહિ લે.
સાતગોડાને તીર્થયાત્રામાં ઘણો રસ હતો. નજીકમાં ઘણાંખરાં તીર્થોની એમણે યાત્રા કરી હતી, પરંતુ સમેતશિખરની યાત્રા કરી ન હતી. એ યાત્રા કરવાની એમની ઉત્કટ ભાવના હતી. બત્રીસ વર્ષની ઉંમરે એમને એ તક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org