________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
હતા.
સાતગોડાની ગૃહસ્થજીવનની ઉદાસીનતા એટલી બધી હતી કે પોતાનાં સગાંસંબંધીઓના કોઈના ઘરે લગ્નપ્રસંગ હોય તો તેમાં તેઓ જતા નહિ. એમની વયના બીજા છોકરાઓ જ્યારે સરસ વસ્ત્રો પહેરીને લગ્નમાં મહાલવા નીકળતા અને લગ્નના જમણવારમાં રસ લેતા તે વખતે સાતગોડા શાંતિથી ઘરે બેસીને પોતાનો સ્વાધ્યાય કરતા. એમની આ ઉદાસીનતાની પરાકાષ્ઠા તો ત્યાં સુધી હતી કે પોતાની સગી નાની બહેન કૃષ્ણાબાઈનાં લગ્ન હતાં ત્યારે અને પોતાના સગા નાના ભાઈ કુમગોડાનાં લગ્ન હતાં ત્યારે સાતગૌડાએ એ લગ્નોમાં હાજરી સુધ્ધાં આપી નહોતી. તેઓ ઘરે જ પોતાના સ્વાધ્યાયમાં લીન રહ્યા હતા. લગ્ન વગેરે પ્રકારના સામાજિક પ્રસંગોથી સાતગૌડા તદ્દન વિમુખ હતા. પરંતુ બીજી બાજુ ધાર્મિક ઉત્સવોમાં તેઓ એટલો જ સક્રિય ભાગ લેતા હતા. કોઈ ધાર્મિક પર્વની ઉજવણી હોય, જિનમંદિરમાં ખાસ કોઈ ઉત્સવ હોય, ગામમાં કોઈ મુનિભગવંતની પધરામણી હોય કે એવા બીજા ધાર્મિક પ્રસંગો હોય ત્યારે સાતગૌડા તેમાં અગ્રેસર રહેતા.
૨૫૫
ભીમગોડાના એક પુત્ર દેવગૌડાએ દિગમ્બર મુનિ પાસે ક્ષુલ્લકની દીક્ષા ગ્રહણ કરી હતી અને તેઓ અનુક્રમે દિગમ્બર મુનિના પદ સુધી પહોંચ્યા હતા. તેમનું નામ વર્ધમાનસાગર રાખવામાં આવ્યું હતું. ભીમગૌડાના બીજા એક પુત્ર કુમગોડાની પણ દીક્ષા લેવાની ભાવના હતી. તેમનાં લગ્ન નાનપણમાં થઈ ચૂક્યાં હતાં. પરંતુ ગૃહસ્થજીવનમાં તેમને રસ નહોતો. તેઓ પણ દિગમ્બર મુનિઓની અને ખાસ તો પોતાના વડીલ બંધુ વર્ધમાનસાગરની સેવામાં વધુ રહેતા. દુર્ભાગ્યે દીક્ષા લેવાનો એમનો સંકલ્પ પાર પડે તે પહેલાં તો તેમનું આવસાન થયું હતું.
સાતગૌડાને કિશોરાવસ્થાથી જ દીક્ષા લેવાનો ભાવ જન્મ્યો હતો. પોતાના એક વડીલ બંધુએ દીક્ષા લીધી હતી. પોતાના કુટુંબના ધર્મના સંસ્કાર હતા એ તો ખરું જ, પરંતુ એમને પોતાના હ્રદયમાં પણ સંયમની રુચિ જન્મથી જ હતી. બાલ્યાવસ્થામાં તેઓ શાળાએ ભણવા જતા, પરંતુ શેરીમાં છોકરાઓ સાથે રમવા જતા ન હતા. બાળવયે થયેલાં એમનાં ઔપચારિક લગ્નની વાત તો હવે જૂની થઈ ગઈ હતી. સાતગૌડાની કિશોરાવસ્થા પૂરી થવા આવી તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org