________________
૨૫૨
સત્સંગ કરતા અને ધર્મશ્રવણમાં રુચિ દાખવતા.
સાતગૌડા પોતાના પિતાની જેમ જ ઊંચા, દેખાવડા અને સશક્ત હતા. તેઓ પોતાના ખેતરમાં સખત મજૂરી કરી શકતા; ભારે સામાન ઊંચકીને દોડી શકતા. પોતાના ખેતીના વ્યવસાયમાં તંબાકુના પુડા બાંધવા અથવા ગોળના રવા તૈયાર કરવા વગેરેને લગતાં ભારે શ્રમભરેલાં કામો કરવામાં પણ સાતગોડા ઘણા ચપળ હતા. ભોજ ગામની પાસે વેદગંગા અને દૂધગંગા નદીઓનો સંગમ આવેલો છે. એ નદીઓમાં અને સંગમમાં ઘૂંટણ સુધીનાં પાણી રહે એટલે ભોજ ગામમાં આવેલા સાધુ-સંતોને આ નાનકડી નદી કે સંગમ પાર કરવાનું કેટલીક વાર મુશ્કેલ બની જતું. દિગમ્બર મુનિઓ હોડીનો ઉપયોગ કરે નહિ. પરંતુ સાતગૌડા એટલા સશક્ત હતા કે જ્યારે કોઈ મુનિઓ ત્યાં આવવાના હોય કે ત્યાંથી જવાના હોય ત્યારે ગામના લોકો સાતગૌડાને બોલાવી લાવતા. સાતગોડા પોતાના ખભા ઉપર મુનિને બેસાડીને એક કિનારેથી બીજે કિનારે, નદી પાર કરીને મૂકી આવતા. રમતગમત અને ખેલકૂદમાં પણ સાતગૌડા ગામના બીજા છોકરાઓ કરતાં શક્તિશાળી હતા. પંદરેક ફૂટનો લાંબો કૂદકો મારવો એ એમને મન રમતવાત હતી.
સાતગોડાના પિતાશ્રીને ધાર્મિક ગ્રંથોના વાંચનનો રસ હતો. તેઓ પોતાના ઘરમાં ‘જૈનધર્મ-આદર્શ' નામના એક ગ્રંથમાંથી રોજ નિયમિત થોડું થોડું વાંચન કરતા હતા. એ જમાનામાં કોઈ રાવજી નેમચંદ શાહ નામના પંડિતે મરાઠી ભાષામાં લખેલો એ ગ્રંથ હતો. એ વખતે સંસ્કૃત કે અર્ધમાગધી ભાષા ઘરમાં કોઈને આવડતી ન હતી. પરંતુ સાતગૌડાને જૈન તત્ત્વજ્ઞાનમાં રસ પડવા લાગ્યો. એટલે તેઓ પોતાની મેળે સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા સમજવાનો પ્રયત્ન કરતા. જરૂર પડે તો કોઈ વખત આસપાસના કોઈ પંડિતોની મદદ પણ લેતા. એમ કરતાં કરતાં સાતગૌડા પોતાની મેળે સંસ્કૃત અને અર્ધમાગધીમાં ધાર્મિક ગ્રંથો વાંચતાં શીખી ગયા હતા. તેમણે આચાર્ય ગુણભદ્રકૃત ‘આત્માનુશાસન' અને આચાર્ય કુંદકુંદકૃત ‘સમયસાર’ જેવા ગહન તત્ત્વજ્ઞાનવાળા ગ્રંથોનું પરિશીલન કર્યું હતું. એ ગ્રંથોની એમના જીવન ઉપર ઘણી મોટી અસર પડી હતી. સાતગૌડાને નાનપણથી જ વૈરાગ્યના સંસ્કાર હતા અને યુવાનીમાં પ્રવેશતાં તેમને આવા કઠિન ધર્મગ્રંથો સ્વયંમેવ વાંચી
Jain Education International
પ્રભાવક સ્થવિરો
For Private & Personal Use Only
www.jainelibrary.org