________________
૨૫૦
પ્રભાવક સ્થવિરો
૧૯૨૯ (ઈ. સ. ૧૮૭૩)ના જેઠ વદ ૬ના રોજ બુધવારે રાત્રે આચાર્ય શાંતિસાગરનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ ભીમગોડા પાટીલ અને માતાનું નામ સત્યવતી હતું. બાળકનું નામ સાતગૌડા પાડવામાં આવ્યું હતું. ભીમગરોડા પાટીલ ભોજ ગામના વતની હતા. માતા સત્યવતીનું પિયર યળગૂડ હતું. સાતગૌડાનો જન્મ મોસાળમાં થયો હતો. પરંતુ એમનું બાળપણ અને એમનો ઉછે૨ ભોજ ગામમાં થયો હતો. ભોજ ગામ દૂધગંગા અને વેદગંગા એ બે નાનકડી નદીના પવિત્ર સંગમસ્થાન પર આવેલું છે. એને લીધે ભોજ ગામ શાંત અને રમ્ય નૈસર્ગિક વાતાવરણ ધરાવે છે.
કર્ણાટકમાં “ગૌડા” શબ્દ સમાજના ઉચ્ચ અને સત્તાધારી વર્ગ માટે વપરાતો શબ્દ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે કેટલાક પ્રદેશોમાં પાટીલ, ચૌધરી, દેશમુખ વગેરે શબ્દો જેમ પોતપોતાના સમાજના ઉચ્ચ, ઉપરી વર્ગ માટે વપરાતા આવ્યા છે, તેમ કર્ણાટકમાં “ગૌડા' શબ્દ પણ વપરાતો આવ્યો છે.
આ ગીડા લોકો જૈન ધર્મ પાળનારા છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતીનો રહ્યો છે. ખેતી સાથે સંકળાયેલા એવા અનાજ, ગોળ, મસાલા વગેરે અન્ય વ્યવસાયોમાં તથા કાપડ, સોનાચાંદી, શરાફી વગેરે વ્યવસાયોમાં પણ કર્ણાટકના જૈન લોકો જોડાયેલા રહ્યા છે.
બાળક સાતગોડાનું નામ એની પ્રકૃતિ અનુસાર રાખવામાં આવ્યું હતું. કર્ણાટકમાં કન્નડ ભાષામાં “સાત' શબ્દ “શાંત'ના અર્થમાં વપરાય છે. સાતગૌડાની પ્રકૃતિ શાંત હતી. એટલે એની પ્રકૃતિ અનુસાર તેનું નામ સાતગૌડા' રાખવામાં આવ્યું.
ભીમગીડાને પાંચ સંતાનો હતાં: ચાર દીકરા અને એક દીકરી. તેમાં સાતગૌડા ત્રીજા નંબરના હતા. એમના બે મોટા ભાઈનાં નામ અનુક્રમે આદગીડા અને દેવગૌડા હતાં. એમના નાના ભાઈનું નામ કુમગીડા હતું. એમની બહેનનું નામ કૃષ્ણાબાઈ હતું.
એ જમાનામાં બાળલગ્નનો રિવાજ હતો. સાતગૌડા જ્યારે નવ વર્ષના થયા હતા ત્યારે એમના મોટા ભાઈ દેવગૌડા અને આદગીડાનાં લગ્ન લેવાયાં હતાં. એ લગ્નના પ્રસંગે સગાંસંબંધીઓ ઘરે આવ્યાં હતાં. લગ્નપ્રસંગ ઊજવાતો હતો. લગ્નમંડપમાં બધાં એકત્રિત થયાં હતાં. એ વખતે નવ વર્ષના બાળક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org