________________
[૧૧]|| શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
જેનોના દિગંબર સંપ્રદાયની પરંપરામાં છેલ્લા એક સૈકા દરમિયાન સુદીર્ઘ ચારિત્રપર્યાય, ઉગ્ર તપશ્ચર્યા, સંયમની ઉચ્ચ આરાધના, શાસ્ત્રાભ્યાસ, કિયોદ્ધાર, શ્રુતસંરક્ષણ, સ્થળે સ્થળે ધર્મપ્રભાવના અને ૮૩ વર્ષની વયે સંખનાપૂર્વક સમાધિમરણ એ બધાંની દૃષ્ટિએ આચાર્ય શ્રી શાન્તિસાગરસૂરિ મહારાજની તોલે કોઈ ન આવે. એમને ચારિત્રચક્રવર્તી'નું બિરુદ યોગ્ય રીતે જ અપાયું હતું. ઈ. સ. ૧૯૫૫માં એમના કાળધર્મ પ્રસંગે જૈન-જૈનેતર એવી અનેક નામાંકિત વ્યક્તિઓએ એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી શ્રી ભદ્રબાહુસ્વામીના કાળથી દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો ખૂબ પ્રચાર થયો. રાજ્યાશ્રય મળતાં ત્યાં જૈન ધર્મનો પ્રભાવ સૈકાઓ સુધી વિસ્તરતો રહ્યો. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં જૈન ધર્મના અનેક અવશેષો આજે પણ જોવા મળે છે. મૂળબિદ્રી, કારકલ, શ્રવણ બેલગોડા જેવા ધર્મકેન્દ્રોએ રાજ્યસત્તાની સાથે સાથે ધર્મસત્તા સ્થાપી હતી. આ સૈકાઓ દરમિયાન કુંદકુંદાચાર્ય, સમન્તભદ્રાચાર્ય, અમૃતચન્દ્રાચાર્ય, વીરસેનાચાર્ય, જિનસેનાચાર્ય, અકલંક ભટ્ટારક, પૂજ્યપાદ સ્વામી, નેમિચંદ્રાચાર્ય, વિદ્યાનંદાચાર્ય વગેરે મહાન આચાર્યોએ સમર્થ શાસ્ત્રગ્રંથોની રચના કરીને જૈન ધર્મની પરંપરાને અવિચ્છિન્ન રાખવાનું અદ્ભુત કાર્ય કર્યું છે. સમગ્ર ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં દિગંબર મુનિઓ અને ભટ્ટારકોની પરંપરા સૌથી વધુ સબળ દક્ષિણ ભારતમાં અદ્યાપિ પર્યન્ત જોવા મળી છે. બેએક સૈકા પહેલાં શિથિલ થતી એ પરંપરાને વધુ શુદ્ધ, સબળ અને ચેતનવંતી બનાવવાનું ભગીરથ કાર્ય શ્રી શાન્તિસાગરસૂરિ મહારાજે કર્યું છે. એમનું જીવન અનેક ઘટનાઓથી સભર અને પ્રેરક છે.
કર્ણાટકમાં બેલગાંવ જિલ્લાના ચીકોડી તાલુકાના ભોજ નામના નગરની પાસે વળગૂડ નામનું એક નાનું સરખું ગામ આવેલું છે. એ ગામમાં વિ. સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org