________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
સાતગૌડા પોતાની ફોઈની પાંચ વર્ષની દીકરી સાથે રમતા હતા. એ બંનેને સાથે રમતાં જોઈને કેટલાંક સગાંઓએ સૂચન કર્યું કે આ છોકરા-છોકરીની જોડ સારી લાગે છે. મામા-ફોઈનાં દીકરા-દીકરી વચ્ચે લગ્ન કરવાનો રિવાજ એ જ્ઞાતિમાં હતો. એટલે વાટાઘાટો થઈ અને તરત જ નિર્ણય લેવાયો અને ભીમગોડાના બે દીકરાઓની સાથે ત્રીજા દીકરા સાતગૌડાનાં લગ્ન પણ એ લગ્નમંડપમાં થઈ ગયાં. લગ્નવિધિ પતી ગઈ, પરંતુ બંને બાળકોને તેની કંઈ ખબર નહોતી. સાતગૌડાની ફોઈ પોતાની દીકરી સાથે પોતાને ગામ પાછી પહોંચી ગઈ. પરંતુ ભાવિ કંઈક જુદી જ રીતે ગોઠવાયું હશે તેમ છએક મહિનામાં જ સમાચાર આવ્યા કે એ કન્યાનું કોઈક બીમારીમાં અચાનક અવસાન થયું છે. આ ઘટના જાણે કે ભાવિના એક સંકેતરૂપ હોય એવી રીતે બની ગઈ.
બાળક સાતડાને શાળામાં દાખલ કરાયા હતા. પણ પછી ત્રીજા ધોરણમાંથી જ ઉઠાડી લેવાનો વિચાર એમના પિતાજીએ કરેલો. ગામના કેટલાક લોકો ભીમગોડાને પૂછતા કે ‘સાતગૌડા તો બહુ હોશિયાર છે. તમે એને કેમ ભણાવવા ઈચ્છતા નથી ?’ તો ભીમગોડા કહેતા કે ‘અમારે તો ઘરનો ધીકતો વેપાર છે. વળી સરસ ખેતી છે. અમારે ક્યાં એની પાસે નોકરી કરાવવી છે કે જેથી એને વધુ ભણાવવાની જરૂર પડે ?’
એક વખત સાતગૌડાને બીજા છોક૨ાઓની સાથે ખેલકૂદ કરતાં કરતાં હાથમાં વાગ્યું અને નિશાળે જવાનું થોડા દિવસ બંધ થયું. એ નિમિત્ત મળતાં કુદરતી રીતે જ એમનું નિશાળે જવાનું છૂટી ગયું. જોકે આ વ્યાવહારિક શિક્ષણની સાતગોડાને બહુ જરૂર ન હતી. એમનું પોતાનું મન પણ ત્યારપછી ધાર્મિક શિક્ષણ તરફ વધુ લાગી ગયું હતું.
સાતગૌડાને ધર્મના સંસ્કાર એમનાં માતાપિતા પાસેથી મળ્યા હતા. પિતાશ્રી પૈસેટકે બહુ સુખી હોવા છતાં સંયમી અને ત્યાગવૃત્તિવાળા હતા. તેઓ ઊંચા, દેખાવડા અને પ્રતિભાશાળી હતા. ક્ષત્રિય રાજકુમાર જેવા તેઓ દેખાતા. તેમની મુખાકૃતિ શિવાજી મહારાજ જેવી છે એવું લોકો કહેતા. મુનિ ભગવંતોની સેવાચાકરી તેઓ ઘણા ઉત્સાહથી કરતા.
ભીમગોડાના સમગ્ર પરિવારમાં ધર્મસંસ્કારની અસર ઘણી પ્રબળ હતી. ખુદ ભીમગોડા પોતે પણ ધર્મપરાયણ પુરુષ હતા. તેઓ જૈન મુનિઓનો
Jain Education International
૨૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org