________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨૩૫
જવાની કંઈ જરૂર નથી. અમને કશું જ થવાનું નથી. પછી પોતાના શિષ્ય મોહનવિજયજીને કહ્યું, “મોહન, જાવ, નીચે જઈને જે વસ્તુ મૂકી છે તે તોડીફોડીને ફેંકી દો.”
પંદર વર્ષની કિશોરવયના મોહનવિજય નીચે ગયા. જરા પણ ગભરાયા વિના મીણનું પૂતળું હાથમાં લીધું અને “નમો અરિહંતાણં' એમ બોલીને તેના ટુકડા દૂર ફેકી દીધા. પછી તેઓ ઉપર આવ્યા. એટલે મહારાજશ્રી મોહનવિજયના મસ્તકે હાથ મૂકી મંત્ર ભણ્યો અને કહ્યું, “આપણને કશું જ થવાનું નથી, માટે શાંતિથી સૂઈ જાવ.”
મહારાજશ્રીએ લોકોને પણ વિનંતી કરી કે પોતે યતિને ક્ષમા આપી દીધી છે માટે કોઈએ યતિને મારવા કે કનડવા નહિ. એમને સીધા પોતાને સ્થાને જવા દેવા. - યતિ પોતાને સ્થાને ગયા અને બીજા યતિઓને બનેલા બનાવની વાત કરી. આ કાવતરામાં પોતે પકડાઈ ગયા હોવાથી સવાર પડતાં પોતાની આબરૂ જશે અને ઝઘડો થશે એમ સમજી યતિઓ સવાર પડતાં પહેલાં ભિનમાલમાંથી પલાયન થઈ ગયા.
મહારાજશ્રીના દિયોદ્ધારના કારણે તથા ધર્મપ્રચારને લીધે રાજસ્થાન અને માળવામાં યતિઓનું જોર નબળું પડતું જતું હતું. આથી રોષે ભરાયેલા કેટલાક યતિઓ મહારાજશ્રીને કનડગત કરવા કે એમના કાર્યક્રમોમાં વિઘ્નો નાખવા ગુપ્ત રીતે પ્રયત્નો કરતા હતા, પરંતુ મહારાજશ્રી એથી ડરતા નહિ, તેમ બીજી બાજુ તેનું વેર લેવાનો વિચાર પણ કરતા નહિ, બલકે તેઓ યતિઓને આવાં કાર્યો માટે ક્ષમા જ આપતા.
વિ. સં. ૧૯૪પનો શિવગંજનો પ્રસંગ છે. એ નગરીમાં મહારાજશ્રીની પ્રેરણાથી જિનમંદિરના નિર્માણનું કાર્ય થયું હતું અને ત્યાં મહારાજશ્રીના હસ્તે અંજનશલાકા તથા પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજવામાં આવ્યો હતો. એ પ્રસંગે સેંકડો ભાવિકો ત્યાં એકત્ર થયા હતા. જ્યારે પ્રતિષ્ઠાની વિધિ ચાલતી હતી ત્યારે મંડપના એક છેડે આગ લાગી અને ધુમાડા નીકળવા લાગ્યા. લોકોમાં ભાગાભાગ શરૂ થઈ. એ વખતે મહારાજશ્રીએ મંત્ર ભણી એ દિશામાં વાસક્ષેપ ઉડાડ્યો અને પોતાના બે હાથ મસળવા ચાલુ કર્યા. એથી આગ તરત શમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org