________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨૪૧
કોઈને ખબર ન હતી. પરંતુ એ વિશાળ જગ્યામાં મહારાજશ્રીએ નિશાની કરી અમુક જગ્યા બતાવી. ત્યાં ખોદીને માટી ખસેડતાં દટાયેલ માણસો એક પછી એક હેમખેમ નીકળી આવ્યા. આ ઘટના વખતે મહારાજશ્રી જરા પણ અસ્વસ્થ થયા નહોતા. એમની કૃપાથી બધા બચી ગયા એથી આશ્ચર્ય સાથે સૌને આનંદ થયો.
વિ.સં.૧૯૯૫માં મહારાજશ્રી આહોરમાં બિરાજમાન હતા. ત્યારે ત્યાંના પુનમિયા ગચ્છ તરફથી જિનમંદિરમાં પ્રતિમાજીની અંજનશલાકાનો મહોત્સવ યોજવામાં આવ્યો હતો. એ માટે જયપુરથી શ્રી જિનમુક્તિસૂરિ પધારવાના હતા. મહોત્સવનું મુહૂર્ત ફાગણ વદ પાંચમનું રાખવામાં આવ્યું હતું. મહારાજશ્રી જ્યોતિષના સારા જાણકાર હતા. એમણે જોયું કે મુહૂર્ત બરાબર નથી. એમણે જયપુર શ્રી જિનમુક્તિસૂરિને જણાવ્યું કે, “દેરાસર ઉત્તરાભિમુખ છે એટલે ફાગણ વદ પાંચમનું મુહૂર્ત બરાબર નથી. સદોષ મુહૂર્તમાં શુભ કાર્ય કરવા જતાં અનિષ્ઠાપત્તિના પ્રસંગો ઊભા થાય છે. પરંતુ લોકોના આગ્રહને વશ થઈ જિનમુક્તિસૂરિ આહીર પધાર્યા. પરંતુ અંજનશલાકા મહોત્સવ પછી શ્રી જિનમુક્તિસૂરિ પોતે આહારમાં જ કાળધર્મ પામ્યા.
મહારાજશ્રી જ્યારે આહોર નગરમાં બિરાજમાન હતા ત્યારનો એક પ્રસંગ નોંધાયેલો છે. એક વખત એમના ડુંગાજી નામના એક ભક્ત આવીને મહારાજશ્રીને ચિંતાતુર અસ્વસ્થ અવાજે કહ્યું કે પોતાનો પુત્ર બહુ માંદો છે અને છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. પોતાના પુત્રને અંતિમ સમયે માંગલિક સંભળાવવા માટે ઘરે પધારવા એમણે મહારાજશ્રીને વિનંતી કરી. મહારાજશ્રી એમને ઘેર પધાર્યા. ત્યાં ડુંગાજીનો પુત્ર ચમનાજી છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. ઘરમાં સગાંસંબંધીઓ એકત્ર થઈ ગયાં હતાં. મહારાજશ્રીએ ચમનાજીને માથે વાસક્ષેપ નાખ્યો અને એની પાસે નવકારમંત્ર બોલાવ્યો. નવકારમંત્ર બોલતાં ચમનાજીએ મહારાજશ્રીનો હાથ પકડી લીધો. વળી તે પોતે નવકારમંત્ર બોલવા લાગ્યો, એથી એનામાં થોડી સ્વસ્થતા આવતી જણાઈ. મહારાજશ્રી ઉપાશ્રય પાછા ફર્યા. પછી સમાચાર મળતા રહ્યા કે ચમનાજીની તબિયતમાં સુધારો થતો રહ્યો છે. ત્રીજે દિવસે તો ચમનાજી પિતાશ્રીનો હાથ પકડી ધીરે ધીરે ઉપાશ્રય સુધી આવી પહોંચ્યો. મહારાજશ્રી તરફથી જાણે પોતાને નવું જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org