________________
૨૪૮
પ્રભાવક સ્થવિરો
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજસાહેબે પોતાના ૮૦ વર્ષના આયુષ્યકાળમાં શાસન માટે ભારે ક્રાન્તિકારી કાર્યો કરવા ઉપરાંત “અભિધાનરાજેન્દ્ર કોશ’ સહિત વિપુલ સાહિત્યની રચના કરી અને તેજસ્વી શિષ્યવૃંદ તૈયાર કર્યું. એમના કાળધર્મ પ્રસંગે જુદા જુદા શિષ્યોએ તથા કેટલાક ગૃહસ્થ પંડિતોએ સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષામાં એમને અંજલિ આપી છે. શ્રી ગુલાબવિજયજી, પંડિત ઘૂટર ઝા, પંડિત કૃપાશંકર મિશ્ર વગેરેએ પ્રત્યે કે સંસ્કૃતમાં અષ્ટકના પ્રકારની શ્લોકબદ્ધ અંજલિકાવ્યની રચના કરી છે. શ્રી મોહનવિજયજી પોતાના અષ્ટકનો પ્રારંભ કરતાં લખે છેઃ
विद्यालङ्करणं सुधर्मशरणं मिथ्यात्विनां दूषणं, विद्वन्मण्डलमण्डनं सुजनता सद्बोधिवीजप्रयम् । सच्चारित्रनिधिं दयाभरविधि प्रज्ञावतामादियम, जैनानां नवजीवनं गुरुवरं राजेन्द्रसूरि नुमः।।
મુનિશ્રી કાન્તિવિજયજીએ અંજલિ આપતાં છ કડીનું સરસ કાવ્ય હિંદીમાં લખ્યું છે. તેમાં છેલ્લે તેઓ લખે છેઃ
उस साधु, योगी, ज्योतिषी स्वरज्ञानधारी आर्य को, वर विज्ञ कोचिद बुद्धिशाली, तपोधन आचार्य को, सुचि सत्यधन, जिनदूत, शुभ संघर्पमूर्त वरार्य को, शत बार वंदन आज उस को ओर उस के कार्य को. શ્રી વિદ્યાવિજયજી (‘પથિક') લખે છેઃ “કાયાકલ્પ ક્રિયા, જિનેન્દ્ર જપ સે, જ્ઞાની વ ધ્યાની બને, દેખી શ્રી યતિધર્મ કી શિથિલતા થી દો ઉસે ભી મિટા, સાધ્વાચાર - વિધાન પાલન કિયા ઉત્કૃષ્ટતા સે સ્વયં, મેરી આજ ઉન્હી વિભૂતિપદ મેં સદ્ભક્તિ શ્રદ્ધાંજલિ;
શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિ મહારાજસાહેબનાં જીવન અને કાર્યનો તથા સાહિત્યનો સવિગત અભ્યાસ કરનારને એ જ્ઞાની–ધ્યાની મહાન વિભૂતિનું જીવન કેવું ક્રાન્તિકારી, નિર્ભીક, નિરતિચાર, ચમત્કારપૂર્ણક ઘટનાસભર અને પ્રેરણાદાયી હતું તેની પ્રતીતિ થયા વગર નહિ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org