________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨૩૯
વ્યાખ્યાન ચાલતું હતું ત્યારે વચ્ચે અચાનક અટકીને વિષયાંતર કરીને મહારાજશ્રીએ કહ્યું, “કુક્ષીમાં અત્યારે મોટી આગ લાગી છે. જાવ, જઈને તપાસ કરો.”
સંઘના આગેવાનોએ ઘોડેસવાર દોડાવ્યા તો તેમણે આવીને જણાવ્યું કે, “હા, કુક્ષીમાં મોટી આગ લાગી છે એ વાત સાચી છે.”
વૈશાખ વદ સાતમનો એ દિવસ હતો. એ દિવસે કુક્ષીમાં લાગેલી ભયંકર આગમાં પંદરસો ઘર બળી ગયાં. જેનોનો એક મોટો જ્ઞાનભંડાર પણ બળી ગયો. ૧,૫૦૦ તાડપત્રીય હસ્તપ્રતો સહિત ત્રીસ હજારથી વધુ હસ્તપ્રતો એમાં બળીને નષ્ટ થઈ ગઈ.
મહારાજશ્રી આહારમાં વિ. સં. ૧૯૫૫માં બિરાજમાન હતા ત્યારે ત્યાં બાવન જિનાલયવાળા શ્રી ગોડીજી પાર્શ્વમંદિરમાં પ્રતિષ્ઠા-મહોત્સવની વિચારણા ચાલતી હતી. સંઘના કેટલાક આગેવાનોનો મત એવો હતો કે ચાલુ વર્ષ દરમિયાન પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. બીજા ઘણાનો મત એવો હતો કે બીજે વરસે એ મહોત્સવ કરાવવો જોઈએ. આ ચર્ચા દરમિયાન મુનિ રૂપવિજયજીએ અભિપ્રાય આપ્યો કે જો ઘણાનો મત એવો છે તો પછી પ્રતિષ્ઠા આવતે વર્ષે રાખીએ એ જ ઠીક છે.
તે વખતે મહારાજશ્રી થોડે દૂર બેઠા હતા અને પોતાના લેખનકાર્યમાં મગ્ન હતા. મુનિ રૂપવિજયજીની વાત એમના કાને પડી. તરત જ એમણે કહ્યું, આવતે વર્ષે કોઈ સારો યોગ નથી. આ વર્ષે જ પ્રતિષ્ઠા–મહોત્સવ રાખી લેવો જોઇએ.”
મહારાજશ્રીની ભલામણ અનુસાર સંઘે તે જ વર્ષે પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખી લીધો. એ સારું જ થયું, કારણ કે બીજે વર્ષે ૧૯પ૬ની સાલમાં ભયંકર દુકાળ પડ્યો હતો. પ્રતિષ્ઠા જો મુલતવી રાખવામાં આવી હોત તો બીજા વર્ષે દુકાળને કારણે તે થઈ શકી ન હોત.
વિ. સં. ૧૯૫૬ની સાલમાં મહારાજશ્રીનું શિવગંજમાં ચાતુર્માસ હતું. મહારાજશ્રીને રોજ રાતે કેટલોક વખત ધ્યાનમાં બેસવાનો નિયમ હતો. એક રાત્રે ધ્યાન દરમિયાન મહારાજશ્રીએ એક કાળો ભયંકર નાગ વિષવમન કરતો દેખાયો. આ દશ્ય ઉપરથી મહારાજશ્રીને લાગ્યું કે ભયંકર પરિસ્થિતિ આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org