________________
૨૪૪
પ્રભાવક સ્થવિરો
ખજાનચી પરિવારે ત્યારપછી રાજગઢમાં અષ્ટાપદાવતાર જિનાલય બંધાવ્યું હતું. એની પ્રતિષ્ઠા મહારાજશ્રીના હસ્તે થઈ હતી.
મધ્યપ્રદેશમાં ધાર પાસે કડોદ નગરમાં ત્યાંના એક શ્રેષ્ઠીએ મહારાજશ્રીની પ્રેરણાથી બીજાઓની સાથે મળીને એક જિનાલયનું નિર્માણ કર્યું હતું. એ જિનાલયમાં પ્રતિમાજીની અંજનશલાકાનો અને પ્રતિષ્ઠાનો મહોત્સવ સં. ૧૯૫૩ના વૈશાખ સુદ સાતમના રોજ મહારાજશ્રીની નિશ્રામાં યોજવામાં આવ્યો હતો.
આ મહોત્સવ પ્રસંગે ગામેગામથી ઘણા માણસો આવ્યા હતા. આ મહોત્સવ દરમિયાન એક આપત્તિનો પ્રસંગ બની ગયો. પ્રતિષ્ઠાની બોલી બોલનાર શેઠ ઉદયચંદના ઘરે રાતના વખતે ડાકુઓ આવ્યા. તેઓ લગભગ એંસી હજાર રૂપિયાનાં ઘરેણાં તથા અન્ય કીમતી વસ્તુઓ ઉપાડી ગયા.
આ ઘટનાથી ઉદયચંદજી અને એમના પરિવારના સભ્યો ઉદાસ થઈ ગયા. ગામમાં હાહાકાર થઈ ગયો. બધે આ ઘટનાની ચર્ચા થવા લાગી. શેઠ ઉદયચંદજી
જ્યારે મહારાજશ્રીને મળવા આવ્યા ત્યારે મહારાજશ્રીએ એમને સાંત્વન આપતાં કહ્યું: ‘ઉદયચંદજી ! તમારા ઘરે ડાકુઓ આવ્યા અને બધાં ઘરેણાં ઉપાડી ગયા તે મેં જાણ્યું, પણ ચિંતા ન કરશો. બધું પાછું મળી જશે. આ માટે પ્રતિષ્ઠાના કામમાં જરા પણ ઢીલા ન પડશો.' - ઉદયચંદજીને મહારાજશ્રીના વચન પર પૂરી શ્રદ્ધા હતી. જાણે કશું બન્યું નથી એવી રીતે એમણે અને એમના પરિવારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રતિષ્ઠાની વિધિ પછી શાંતિસ્નાત્રની વિધિ થઈ. મહારાજશ્રીની સૂચનાથી એનું જલ (ન્યવણ) આખા ગામમાં છાંટવામાં આવ્યું. બીજે દિવસે જાણે આશ્ચર્યકારક ઘટના બની હોય તેમ ધારથી રાજ્યના અમલદારો ઘોડા પર બેસીને ઉદયચંદજીને ઘરે આવ્યા અને કહ્યું કે, “ડાકુઓ પકડાઈ ગયા છે અને તમારાં બધાં ઘરેણાં મળી ગયાં છે માટે ધાર આવીને તે લઈ જાઓ.’
આથી શેઠ ઉદયચંદજીની મહારાજના વચનમાં શ્રદ્ધા વધુ દૃઢ થઈ.
એક વખત મહારાજશ્રીનો કોઈ એક ભક્ત વેપારી પોતાના કાફલા સાથે મારવાડના રણમાંથી પસાર થઈ રહ્યો હતો. રેલગાડીનો કે મોટરનો એ જમાનો નહોતો. વેપારી ઊંટો ઉપર માલસામાન મૂકીને લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org