________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨૪૫
કેટલાક લૂંટારુઓ આવ્યા અને શેઠને ઘેરી વળ્યા. બચવાનો કોઈ ઉપાય નહોતો. એટલે શેઠે પોતાના કાફલાને ત્યાં બેસાડી દીધો અને લૂંટારુઓને કહ્યું, “તમારે જે લઈ જવું હોય તે ખુશીથી લઈ જઈ શકો છો.” એમ કહી વેપારીએ એક બાજુ બેસીને પોતાના ગુરુદેવ શ્રી રાજેન્દ્રસૂરિનું ચિત્ર સામે રાખીને નમ્ નમ:નો જાપ ચાલુ કરી દીધો. લૂંટારુઓ લેવા જેવો બધો માલસામાન પોતાના ઊંટ ઉપર ભરીને ભાગવા લાગ્યા. પરંતુ થોડે ગયા પછી રેતીના રણમાં લૂંટારુઓને પોતાનો રસ્તો જડ્યો નહિ. તેઓ આમતેમ ઘણું દોડ્યા, પણ ભૂલા પડી ગયા હોય એવું લાગ્યું. છેવટે થાકીને પેલા વેપારી પાસે આવ્યા અને ધમકાવી પૂછ્યું, “તેં એવું શું કર્યું કે અમને રસ્તો જડતો નથી ?'
વેપારીએ કહ્યું, “મેં તો કશું કર્યું નથી. મેં તો આ મારા ગુરુદેવનું ચિત્ર નજર સામે રાખીને ભગવાનનું નામ લીધું છે.”
લૂંટારુઓ આ ચમત્કારનું કારણ સમજી ગયા. તેઓ એ વેપારીનો માલસામાન પાછો મૂકી ગયા અને ગુરુદેવનું ચિત્ર પોતાની સાથે લઈ ગયા.
મહારાજશ્રીએ વિ. સં. ૧૯૬૦નું ચાતુર્માસ સુરતમાં કર્યું. ત્યારે એમની ઉમર ૭૭ વર્ષની થવા આવી હતી. એમણે અહીં પોતાના જીવનનું જે સૌથી મહત્ત્વનું કાર્ય હતું તે પૂર્ણ કર્યું. એ કાર્ય “અભિધાનરાજેન્દ્ર કોશ'ની રચનાનું હતું.
સુરતમાં મહારાજશ્રીએ પોતાના નજીક આવતા અંત:કાળનો અણસાર આવી ગયો હતો. અહીં એમણે શ્રોતાઓને સભામાં ગર્ભિત રીતે કહ્યું કે હવે પોતે ત્રણ વર્ષથી વધુ નહિ આવે. એમનું સ્વાચ્ય હવે ક્ષીણ થતું જતું હતું. શરીરમાં અશક્તિ વધતી જતી હતી.
સુરતથી વિહાર કરી તેઓ મધ્યપ્રદેશમાં પધાર્યા. એમણે ચાતુર્માસ કુક્ષીમાં કર્યું. ત્યાર પછીનું ચાતુર્માસ ખાચરોદમાં કર્યું.
મહારાજશ્રીની પ્રેરણાથી સમાજસેવાનાં જે કેટલાંક મહત્ત્વનાં કાર્યો થયાં તેમાં એ જમાનાની દૃષ્ટિએ એક મહત્ત્વનું કાર્ય ખાચરોદના આ ચાતુર્માસ દરમિયાન થયું. માળવાના ચિરોલાવાસી ગામડિયા જેનોને ત્રણસો વર્ષ પછી ફરી પાછા સંઘમાં લેવામાં આવ્યા. ઈતિહાસ એવો છે કે ત્રણસો વર્ષ પૂર્વે ચિરોલાવાસી એક શ્રાવક કુટુંબે પોતાની કન્યા રતલામના એક શ્રાવક કુટુંબના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org