________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨૩૭
જવાબ મળ્યો નહિ. કોઈએ મંત્રીને તે મૂક્યું હશે એવો વહેમ પડ્યો. પરંતુ મહારાજશ્રી એવા મેલા પ્રયોગોથી ડરતા નહિ. એમણે પાટ ઉપરથી નીચે ઊતરી એ હાંડલા ઉપર ત્રાટક કરી નવકારમંત્રનું રટણ ચાલુ કર્યું. થોડી વારમાં જ એ હાંડલું ફૂટી ગયું. આ વાતની ખબર આખા ગામમાં પ્રસરી ગઈ. એથી મહારાજશ્રીને સતાવવા બહારગામથી આવેલા યતિઓ ગભરાઈને ગામ છોડી ભાગી ગયા.
આવો જ બીજો એક પ્રસંગ વિ. સં. ૧૯૫૩માં જાવરામાં બન્યો હતો. જાવરામાં ચાતુર્માસની પૂર્ણાહુતિ પ્રસંગે એક મહોત્સવ રાખવામાં આવ્યો હતો. અનેક લોકો એકત્ર થયા હતા. ખુદ જાવરા રાજ્યના નરેશ પણ પધાર્યા હતા. મહારાજશ્રી જ્યારે પાટ ઉપરથી પ્રવચન આપી રહ્યા હતા ત્યારે સભાને એક છેડે મંડપમાં આગ લાગી. લોકોની દોડાદોડ ચાલુ થઈ ગઈ. મહારાજશ્રીએ લોકોને શાંત રહેવા કહ્યું અને પોતે એક પાત્રમાં પાણી મંગાવ્યું. પોતે મંત્ર બોલી હાથ મસળવા લાગ્યા, અને પાણીથી ધોવા લાગ્યા. પાણી કાળું કાળું થઈ જતું જણાયું. એમ કરતાં જ્યારે હાથ સાવ ચોખ્ખા થયા ત્યારે ત્યાં આગ બંધ થઈ ગઈ.
આગ શાંત થતાં મહારાજશ્રીએ પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું. વળી પ્રવચન દરમિયાન પોતે જાહેરાત કરી કે પોતાની મંત્રશક્તિનો આ રીતે જાહેરમાં પોતાને ઉપયોગ કરવો પડ્યો છે એના પ્રાયશ્ચિત્ત તરીકે પોતે ત્રણ ઉપવાસનું પચ્ચકખાણ લે છે.
વ્યાખ્યાન પૂરું થતાં લોકો એક માણસને પકડી લાવ્યા કે જેણે મંડપને આગ લગાડી હતી. કોઈ યતિનો એ ભક્ત હતો. એણે કહ્યું કે આગ લગાડવાની પોતાની જરા પણ ઈચ્છા નહોતી, પણ યતિ મહારાજે એને હુકમ કર્યો હતો અને તે પ્રમાણે પોતે જો નહિ કરે તો એને અને એના કુટુંબને નષ્ટ કરી નાખવાની ધમકી મળી હતી. માટે પોતાને આ દુષ્કૃત્ય કરવું પડ્યું હતું. એ સાંભળી જાવરા-નરેશ પણ એને શિક્ષા કરવા ઉત્સુક બન્યા. પરંતુ મહારાજશ્રીએ એને ક્ષમા આપી અને લોકોને પણ ભલામણ કરી કે એને કોઈ શિક્ષા ન કરે. એથી એ માણસના હૃદયનું પરિવર્તન થયું હતું.
મહારાજશ્રીએ સં. ૧૯૪૧નું ચાતુર્માસ અમદાવાદમાં પૂર્ણ કર્યું. ત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org