________________
૨૩૬
ગઈ.
એવામાં એક યતિ મહારાજશ્રી પાસે દોડતા આવ્યા. એમણે આગ લગાડી હતી. લોકો એમને મારવા જતા હતા. પરંતુ મહારાજશ્રીએ એમને અટકાવ્યા. યતિએ પોતાની ભૂલ કબૂલ કરી લીધી અને મહારાજશ્રીની માફી માગી. મહારાજશ્રીએ જોયું કે યતિને તરત જવા દેવામાં આવશે તો લોકો એને મારશે. એટલે મહારાજશ્રીએ યતિને પોતાની પાસે બેસાડી દીધા, અને વિધિ પૂરી થઈ ત્યાં સુધી જવા ન દીધા. પછી મહારાજશ્રીએ લોકોને ભલામણ કરી કે પોતે યતિને ક્ષમા આપી છે. એટલે હવે યતિને કોઈએ હાથ અડાડવાનો નથી. એથી લોકો શાંત પડી ગયા. મહારાજશ્રીની મંત્રશક્તિ, સમયસૂચકતા અને ઉદાર દિલની ક્ષમાભાવનાનો એ મહોત્સવ દરમિયાન લોકોને પરિચય થયો.
પ્રભાવક સ્થવિરો
ધાર પાસે આવેલા કડોદ ગામની એક ઘટના છે. ત્યાં જિનાલયમાં મહારાજશ્રીના હસ્તે નૂતન પ્રતિમાજીની પ્રતિષ્ઠા થવાની હતી. પ્રતિષ્ઠામહોત્સવ પ્રસંગે દૂરદૂરથી ઘણા માણસો આવ્યા હતા; પરંતુ પ્રતિષ્ઠાને દિવસે વહેલી સવારે પૂજારીએ મંદિર ખોલ્યું તો જણાયું કે મૂળનાયક તરીકે બિરાજમાન કરવાની પ્રતિમાજી ખંડિત થઈ હતી. કોઈક યતિએ વેરભાવથી આગલી રાતે આ કુકૃત્ય કર્યું હોવાનું તપાસ કરતાં જણાઈ આવ્યું. આથી લોકોમાં હાહાકાર થઈ ગયો. મહારાજશ્રીને ખબર પડતાં તેઓ જિનાલયમાં આવી પહોંચ્યા. પ્રતિમાજીને જોઈને તેમણે બધાને બહાર જવા કહ્યું. પછી પોતે દરવાજો બંધ કરી પ્રતિમાજી પાસે એકલા રહ્યા. કલાક સુધી તેમણે અંદર રહીને પ્રતિમા સામે બેસીને પોતાની મંત્રવિધિ કરી. ત્યારપછી તેઓ બહાર આવ્યા. ત્યારે લોકોએ જોયું કે ખંડિત પ્રતિમા સાવ સરખી થઈ ગઈ હતી. ક્યાંય સાંધો સુધ્ધાં દેખાતો નહોતો. આમ, પ્રતિષ્ઠામહોત્સવમાં આવેલું વિઘ્ન દૂર થઈ ગયું અને મહોત્સવ સારી રીતે પાર પડી ગયો.
મહારાજશ્રી જ્યારે વિહાર કરતાં કરતાં જાવરા શહેરમાં પધાર્યા ત્યારે ત્યાં એમનું ભવ્ય સ્વાગત થયું હતું. પણ બીજી બાજુ યતિઓની સતામણી પણ ચાલુ હતી. એક દિવસ મહારાજશ્રી પાટ ઉપર બેઠા હતા ત્યારે પાસે બેઠેલા મુનિ ધનવિજયનું ધ્યાન ગયું કે મહારાજશ્રીની પાટ નીચે માટીનું એક હાંડલું પડ્યું હતું. આ શું છે અને તે કોણે મૂક્યું એ વિશે પૂછપરછ થતાં કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org