________________
૨૪૦
પ્રભાવક સ્થવિરો
રહી છે. એમણે આ વાત પોતાના શિષ્યોને કરી અને આગાહી કરતાં કહ્યું કે આ વર્ષે દેશમાં ભયંકર દુકાળ પડવાનો સંભવ છે. મહારાજશ્રીની એ આગાહી સાચી પડી. એ વર્ષે એટલે ૧૯૫૬ની સાલમાં આખા ભારતમાં ભયંકર દુકાળ પડ્યો. “છપ્પનિયા દુકાળ' તરીકે આજે પણ એ જાણીતો છે. એ દુકાળમાં લાખો માણસો હિન્દુસ્તાનમાં મૃત્યુ પામ્યાં હતાં.
વિ. સં. ૧૯૫૬માં ભારતમાં પડેલા આ ભયંકર દુકાળે જે ચારે બાજુ કાળો કેર વર્તાવ્યો તેનું વર્ણન ઘણા કવિઓએ કર્યું છે. શ્રી રાજેન્દ્રસૂરિએ પોતે પણ મારવાડી ભાષામાં “છપ્પનિયા દુકાલરા સલોકા' નામની કૃતિની રચના કરી છે તેમાં એમણે આ દુકાળનું આહેબૂબ વર્ણન કર્યું છે. એમાંથી નીચેની પંક્તિઓ ઉદાહરણ તરીકે જુઓઃ
“પોતે પોતા રે પેટરી લાગી, બેરત ધણીને છોડીને ભાગી; ઈણી પરે પાપી એ છપ્પનો પડિયો, મોટા લોગારો ગર્વ જ ગલિયો.”
x x x ઝાડની છાલ તો ઉતારી લાવે, ખાંડી પીસીને અન્ન ક્યું ખાવે; અંતે ઝાડોની છાલ ખુટાણી, પૂરો ન મલે પીવાનું પાણી.'
સં. ૧૯૫૮માં મહારાજશ્રીની નિશ્રામાં સિયાણા જિનમંદિરમાં પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજવામાં આવ્યો હતો. પ્રતિષ્ઠા માટે એક વિશાળ ચોગાનમાં મેરુ પર્વતની રચના કરી એના ઉપર અભિષેકની યોજના વિચારાઈ હતી. એંસી ફૂટ ઊંચા મેરુ પર્વતની રચના માટી વગેરેથી કરવામાં આવી હતી. પરંતુ પ્રતિષ્ઠાવિધિ થાય તે પહેલાં પર્વતની રચના તૂટી પડી. કેટલાક માણસો માટીમાં નીચે દબાઈ ગયા. ખબર પડતાં નગરમાં હાહાકાર મચી ગયો. બધા ત્યાં દોડ્યા. મહારાજશ્રીને ઉપાશ્રયમાં આ ઘટનાના સમાચાર આપવામાં આવ્યા. તેમણે કહ્યું, “ગભરાશો નહિ, કોઈને કંઈ થવાનું નથી. ત્યારપછી તેઓ પોતાના શિષ્ય શ્રી મોહનવિજયજીને લઈને તરત ત્યાં પહોંચી ગયા. માણસો ક્યાં દટાઈ ગયા તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org