________________
શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ
૧૯૯
ન આવે એવા ચમત્કારિક આશીર્વાદ ગુરુદેવ તરફથી સાંપડ્યા. પુત્ર સાજો થઈ ગયો. ત્યારથી ધનરૂપજી અને એના પુત્ર શુકનરાજજી બંને ગુરુમહારાજના અનન્ય ભક્ત બની ગયા.
શિવગંજમાં બનેલી આ ઘટનાથી ત્યાંના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારથી તેઓને મહારાજશ્રીના વચનમાં પૂરી શ્રદ્ધા થઈ ગઈ.
શિવગંજમાં તે વખતે સંઘમાં કેટલાક મતભેદ અને કજિયા ચાલતા હતા. આ કુસંપ દૂર થાય એ માટે સંઘના આગેવાનોએ મહારાજશ્રીને વિનંતી કરી. મહારાજશ્રીએ વ્યાખ્યાન વખતે દૃષ્ટાન્ત સહિત ઉપદેશ આપતાં કહ્યું કે, “જ્યાં સંપ હોય ત્યાં શાસનનો જયજયકાર થાય છે. જ્યાં કુસંપ હોય છે ત્યાં પડતી થાય છે.” એમના ઉપદેશની અસર એટલી બધી થઈ કે એ જ વખતે જેમની જેમની વચ્ચે કુસંપ હતો તે બધા જ આગેવાનોએ ઊભા થઈ મહારાજશ્રી પાસે હાથ જોડીને બાધા લીધી કે પોતે ક્યારેય હવેથી સંઘમાં કોઈ પણ બાબતમાં ઝઘડા નહિ કરે અને સંપથી વર્તશે.
એક વખત મુંબઈથી પાટણનિવાસી શેઠ ભગવાનદાસ પન્નાલાલ પોતાનાં ધર્મપત્ની સાથે મહારાજશ્રીનાં દર્શન કરવા આબુ આવ્યા હતા. તેઓ પોતાની સાથે મહારાજશ્રીની ચરણપાદુકા પણ બનાવીને લાવ્યા હતા. મહારાજશ્રીને વંદન કરીને શેઠાણીએ ગહુંલી (પાટલા ઉપર સાથિયો વગેરે) કરી હતી. એ ગહ્લીમાં તેમણે સાચાં મોતીનો સાથિયો કર્યો હતો. વળી પોતે સાથે જે કેટલુંક ઝવેરાત લાવ્યા હતા એ પણ તેમણે ગહુંલીમાં મૂક્યું હતું. મહારાજશ્રીનાં દર્શન–વંદન માટે લોકોને કેટલો પૂજ્યભાવ હતો તે આવી ગયુંલી ઉપરથી પણ જોઈ શકાય છે. મહારાજશ્રીને પોતાને તો તેમાંથી કશું જ રાખવાનું નહોતું. તેઓ તો અનાસક્ત હતા. “આ ઝવેરાત અને મોતીનું હવે અમારે શું કરવું ?' એમ શેઠશ્રીએ પૂછ્યું તો મહારાજશ્રીએ કહ્યું, “આ ઝવેરાત માંડોલીના દેરાસરમાં અથવા બીજે જ્યાં તમને ઠીક લાગે ત્યાં આપી દેજો. અમારે સાધુઓને તો એનો કશો ખપ હોય જ નહિ.'
શેઠશ્રીએ મહારાજશ્રીને વિનંતી કરી કે, “મારે આપની ઇચ્છાનુસાર કોઈ પણ શુભ ખાતામાં રૂપિયા પાંચેક લાખ જેટલી રકમ વાપરવી છે. એ માટે મને આજ્ઞા આપો.' મહારાજશ્રીએ કહ્યું, “મને કંઈ સૂઝશે તો હું કહીશ, પરંતુ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org