________________
૨૦૦
કહું તો તમારી ઇચ્છાનુસાર તમે તે વાપરજો.’
શેઠશ્રીએ ગહુંલીમાં મૂકેલું ઝવેરાત માંડોલીના દેરાસરમાં આપી દીધું. મહારાજશ્રીની ચરણપાદુકા મુંબઈમાં પોતાના દેરાસરમાં પધરાવી હતી. પાંચ લાખ રૂપિયા વાપરવા માટે મહારાજશ્રીએ પોતે જીવ્યા ત્યાં સુધી કશી સૂચના આપી નહોતી, કારણ કે એ રકમની વાતમાંથી તેમણે પોતાના મનને નિવૃત્ત કરી દીધું હતું.
આઝાદીની લડતના એ દિવસો હતા. એક વખત બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કરી અને એમને જેલમાં પૂર્યા હતા. એથી લડતનું વાતાવરણ ધીમું પડી ગયું હતું. સરકાર ગાંધીજીને ક્યારે છોડશે તેની લોકોને ચિંતા હતી. એક વખત મહારાજશ્રીના એક ભગતે મહારાજશ્રીને અરજ કરી કે, ‘ગુરુદેવ, ગાંધીજીને છોડાવો.’ મહારાજશ્રીએ પૂછ્યું, ‘તમારે ક્યારે છોડાવવા છે?’
પ્રભાવક સ્થવિરો
ભગતથી સ્વાભાવિક રીતે બોલાઈ ગયું, ‘આપનો જન્મદિવસવસંતપંચમીનો દિવસ નજીકમાં આવે છે, એ દિવસે ગાંધીજીને છોડાવો.’
મહારાજશ્રીએ કહ્યું, ‘ભલે, એ પ્રમાણે થશે.' ત્યારપછી બ્રિટિશ સરકારે કોઈક કારણસર ગાંધીજીને અચાનક જ ધાર્યા કરતાં વહેલા છોડી દીધા. એ દિવસ વસંતપંચમીનો હતો.
અમદાવાદની પતાસાની પોળના એક ભાઈની તબિયત ઘણી જ બગડી ગઈ હતી. તેમને મેનેન્જાઈટીસનો રોગ થયો હતો. ત્યારપછી ગાંડપણ જેવું થયું હતું. કાને સંભળાતું બંધ થઈ ગયું હતું. કુટુંબીજનોએ ઘણા ઉપચાર કર્યા, પરંતુ મટતું ન હતું. કોઈકની ભલામણથી કુટુંબીજનો એમને આબુમાં મહારાજશ્રી પાસે લઈ ગયા, દર્દની બધી વાત કરી.
મહારાજશ્રીએ એ ભાઈના મસ્તક ઉપર અર્ધા કલાક સુધી મંત્રોચ્ચાર કરતાં કરતાં હાથ ફેરવ્યા કર્યો. અર્ધબેભાન જેવી અવસ્થામાં રહેતા એ ભાઈને માથામાં જાણે અચાનક ઝાટકો વાગ્યો હોય તેવો અનુભવ થયો. પછી ધીમે ધીમે તેઓ સ્વસ્થ થતા ગયા. એમ કરતાં કરતાં તેમનું ગાંડપણ સાવ દૂર થઈ ગયું. તેઓ ઘરે ગયા અને કામધંધે લાગી ગયા. એથી મહારાજશ્રી માટેની એમની શ્રદ્ધા વધી ગઈ. હવે માત્ર કાને બહેરાશ રહી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org