________________
૨૩૦
પ્રભાવક સ્થવિરો
થઈ. સ. ૧૯૨૬ના રતલામના ચાતુર્માસ દરમિયાન એમણે “પદ્રવ્યવિચાર' ગ્રંથની રચના કરી. ત્યારપછી ત્યાં સં. ૧૯૨૯માં “શ્રી સિદ્ધાંતપ્રકાશ'ની રચના કરી. સં. ૧૯૩૧-૩૨નાં બે ચાતુર્માસ આહારમાં કર્યા. તે દરમિયાન “ધનસાર ચોપાઈ' અને અઘટકુમાર ચોપાઈ'ની તેમણે રચના કરી. આ કૃતિઓ ઉપરાંત ભિન્ન ભિન્ન સમયે તેમણે “૧૦૮ બોલકા થોકડા”, “પ્રશ્નોત્તર પુષ્પવાટિકા', “અક્ષયતૃતીયા સંસ્કૃત કથા', “શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ', “વિહરમાન જિન ચતુષ્પદી', “પુણ્ડરીકાધ્યયન સક્ઝાય”, “કેસરિયાનાથ' સ્તવન' વગેરે પ્રકારની સાથી અધિક પ્રકારની નાનીમોટી કૃતિઓની રચના કરી. સંસ્કૃત, પ્રાકૃત અને રાજસ્થાની તથા ગુજરાતી ભાષામાં લખાયેલા આ બધા ગ્રંથો ઉપરાંત તેમનું સૌથી મહત્ત્વનું અને વિશેષ યશદાયી સઘન કાર્ય તે “અભિધાનરાજેન્દ્ર કોશ'ની રચનાનું હતું.
“અભિધાનરાજેન્દ્ર કોશ'ની રચનાનો આરંભ એમણે સં. ૧૯૪૬ના ચાતુર્માસમાં સિયાણામાં કર્યો. આ એક વિરાટ કાર્ય હતું. અકારાદિ ક્રમાનુસાર શબ્દોના વિવિધ અર્થ, મૂળ આગમગ્રંથોની ગાથાઓ અને અન્ય આધારો આ ગ્રંથમાં આપવામાં આવ્યાં છે. સાત દળદાર ભાગમાં વિભક્ત આ ગ્રંથનું કાર્ય એકલે હાથે ઉપાડવું એ એમના અધિકારની, શક્તિની અને લીધેલા પરિશ્રમની પ્રતીતિ કરાવે છે. લગભગ પંદર વર્ષે સુરતમાં સં. ૧૯૬૦માં આ ગ્રંથ પૂર્ણ થયો. એ છપાયેલો જોવા પોતે હયાત રહેશે કે નહિ તે વિશે તેમને સંશય હતો, પરંતુ એની જવાબદારી એમણે પોતાના બે શિષ્યો શ્રી દીપવિજયજી અને શ્રી યતીન્દ્રવિજયજીને સોંપી હતી. “શ્રી અભિધાનરાજેન્દ્ર કોશ' વિશ્વવિખ્યાત બન્યો છે. વિદ્વાનો અને સંશોધકો માટે તે અત્યંત ઉપયોગી બન્યો છે. જેના પારિભાષિક શબ્દકોશના ક્ષેત્રે ઘણા જુદા પ્રયાસો ત્યાર પછી થયા છે, પરંતુ “અભિધાનરાજેન્દ્ર કોશની તોલે આવે એવું મોટું કાર્ય હજુ સુધી થયું નથી.
પોતાના સુદીર્ઘ દીક્ષા પર્યાય દરમિયાન શ્રી રાજેન્દ્રસૂરિએ ઘણી દીક્ષાઓ આપી. એમના શિષ્યોમાં શ્રી મોહનવિજયજી, શ્રી દીપવિજયજી, શ્રી યતીન્દ્રવિજયજી, શ્રી ઉદયવિજયજી, શ્રી ઋષભવિજયજી, શ્રી ધનચન્દ્રવિજયજી, શ્રી ભૂપેન્દ્રવિજયજી, શ્રી મેઘવિજયજી, શ્રી ગુલાબવિજયજી, શ્રી પદ્મવિજયજી, શ્રી ધર્મવિજયજી વગેરે ઘણા તેજસ્વી શિષ્યો હતા. મહારાજશ્રીના હસ્તે જાવરા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org