________________
૨ ૨૮
પ્રભાવક સ્થવિરો
આવા નિર્જન એકાંત સ્થળમાં એકલા રહેવાના કારણે અને આત્મોપયોગને કારણે એમનામાં નિર્ભયતા આવી ગઈ હતી. મૃત્યુનો એમને ક્યારેય ડર લાગતો નહિ. વળી આવી ઉચ્ચ સાધનાના બળથી એમના જીવનમાં કેટલાક ચમત્કારિક બનાવો પણ બન્યા હતા.
એક વાર મહારાજશ્રી પોતાના શિષ્યો સાથે માળવામાં વિહાર કરી રહ્યા હતા. રસ્તો જંગલનો હતો. ત્યાં આદિવાસી ભીલ લોકો રહેતા. મહારાજશ્રી
જ્યારે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે કેટલાક આદિવાસીઓ એમને ઘેરી વળ્યા. જૈન સાધુઓ પાસેથી લૂંટવાનું તો શું હોય ? તો પણ કુદરતી હિંસક ભાવથી કેટલાક ભીલોએ મહારાજશ્રી ઉપર પોતાનું બાણ છોડવાનું ચાલુ કર્યું. મહારાજશ્રી એક સ્થળે સ્થિર ઊભા રહી ગયા. પોતાના શિષ્યોને પણ પોતાની બાજુમાં ઊભા રાખી દીધા. ભીલોનાં બાણ મહારાજશ્રી સુધી આવતાં, પણ તેમને વાગતાં નહિ. નીચે પડી જતાં. આથી આદિવાસીઓને નવાઈ લાગી. આ કોઈ ચમત્કારિક મહાત્મા છે એમ સમજી બાણ ફેંકવાનું એમણે છોડી દીધું અને મહારાજશ્રી પાસે આવી તેઓ પગમાં પડ્યા. મહારાજશ્રીએ એમને ક્ષમા આપી, આવાં હિંસક કાર્યો ન કરવા ઉપદેશ આપ્યો અને ત્યાંથી તેઓ આગળ વિહાર કરી ગયા.
મહારાજશ્રી એક વખત જાલોર પાસેના જંગલમાં મોદરા નામના એક ગામ પાસે ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. ત્યાં ચામુંડા માતા મંદિર હતું. એટલે એ જંગલ ચામુંડવન તરીકે ઓળખાતું. મહારાજશ્રી ત્યાં એક વસ્ત્ર ધારણ કરી કાઉસગ્ગ કરતા. ઘણી વાર અરિહંત પદનું ધ્યાન ધરતા. એમની પાસે ત્યારે એમના શિષ્ય મુનિ ધનવિજયજી હતા.
એક દિવસ મહારાજશ્રી આ રીતે કાઉસગ્ગ ધ્યાનમાં હતા. સાંજનો સમય થઈ ગયો હતો. અંધારું થવા આવ્યું હતું. કોઈ આદિવાસી શિકારીએ દૂરથી જોયું તો આછા અંધારામાં એને લાગ્યું કે આ કોઈ હિંસક પશુ બેઠું હશે, એટલે એણે નિશાન તાક્યું. એવામાં મુનિ ધનવિજયજીની એના ઉપર દષ્ટિ પડી. તરત જ તેમણે બૂમ પાડી. એથી શિકારીને સમજાયું કે આ કોઈ પશુ નથી, પણ માણસ છે. પાસે આવીને જોયું તો સાધુ મહારાજ હતા. એટલે એણે મહારાજશ્રીના પગમાં પડી માફી માગી. મહારાજશ્રીએ એને સાંત્વન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org