________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
આપ્યું. પછી એમણે મુનિ ધનવિજયજીને ઠપકો આપતાં કહ્યું કે ‘આવી રીતે બૂમ પાડીને મારા કાઉસગ્ગ ધ્યાનમાં ભંગ પાડવાની જરૂર નહોતી. મૃત્યુનો સાધુપુરુષને ડર ન હોવો જોઈએ.'
મહારાજશ્રી જ્યારે જાલોરમાં હતા ત્યારે તેમણે નિશ્ચય કર્યો કે થોડા દિવસ જંગલમાં જઈ તપની આરાધના કરવી. એમના આ નિર્ણયથી સંઘના શ્રાવકોને આશ્ચર્ય થયું, કારણ કે એ જંગલમાં વાઘ વગેરે જંગલી પ્રાણીઓ રહેતાં હતાં. તેઓએ મહારાજશ્રીને જંગલમાં ન જવા માટે વિનંતી કરી, પરંતુ મહારાજશ્રી તો પોતાના નિર્ણયમાં અડગ હતા. આથી મહારાજશ્રી જ્યારે જંગલમાં ગયા ત્યારે સંઘના આગેવાનોએ તેમના રક્ષણ માટે કેટલાક આદિવાસી રજપૂત યુવકોને પગાર આપીને તીરકામઠાં સાથે જંગલમાં રાતના ચોકી ક૨વા કહ્યું. રજપૂત યુવકો તીરકામઠાં અને ભાલાઓ સાથે આસપાસનાં વૃક્ષોની ડાળીઓમાં સંતાઈ જતા. મહારાજશ્રીને એની ખબર પડતી નહિ. એક દિવસ રાત્રે વાઘ આવ્યો. રજપૂત યુવકો ગભરાઈ ગયા. ઝાડ પરથી નીચે ઊતરવાની કોઈની હિંમત ચાલી નહિ. વાઘ મહારાજશ્રીની સામે થોડે છેટે બેઠો. મહારાજશ્રી પૂરી નીડરતાથી, સ્વસ્થતાથી અને વત્સલતાથી વાઘની સામે જોતા રહ્યા. થોડી વાર પછી વાઘ ચાલ્યો ગયો. મહારાજશ્રી તો બિલકુલ નીડર અને સ્વસ્થ રહ્યા હતા. એ દૃશ્ય જોઈ યુવકો બહુ અંજાઈ ગયા. તેઓ ગદ્ગદ થઈ ગયા. ઝાડ ૫૨થી નીચે ઊતરી, પાસે આવી મહારાજશ્રીને તેઓએ ભક્તિભાવપૂર્વક વંદન કર્યાં. મહારાજશ્રીએ તેઓને બીજા દિવસથી પોતાના રક્ષણ માટે આવવાની ના પાડી.
યતિજીવનના શિથિલ બાહ્ય આચારો અને ઉપકરણોનો ત્યાગ કરીને સંવેગીપણું સ્વીકાર્યા પછી શ્રી રાજેન્દ્રસૂરિના જીવનમાં પણ એક નવો વળાંક આવ્યો. દફ્તરી તરીકેની વહીવટી જવાબદારી ગઈ હતી. યતિઓને અભ્યાસ કરાવવાની ફરજિયાત જવાબદારીમાંથી પણ તેઓ હવે મુક્ત થઈ ગયા હતા. શ્રી સાગરચંદ્ર મહારાજ પાસે એમણે પોતે સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓનો અને શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કર્યો હતો અને યુવાન વયે કાવ્ય વગેરે રચના કરવાના ભાવ થયા હતા, પરંતુ તે સર્જનશક્તિ અને વિવેચનશક્તિ વહીવટી જવાબદારીઓને લીધે દબાઈ ગઈ હતી. એ શક્તિ અવકાશ મળતાં ફરી સજીવન
Jain Education International
૨૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org