________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨૩૧
આહીર, કોરટા, રતલામ, સિયાણા, રાજગઢ વગેરે ઘણાં સ્થળે જિનમંદિરનાં નિર્માણ તથા પ્રતિષઠાનાં કાર્યો થયાં હતાં. એમના શુભ હસ્તે ૨,૫૦૦ થી વધુ પ્રતિમાઓની અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ હતી.
મહારાજશ્રીના જીવનના ઘણા ચમત્કારિક પ્રસંગો સાંપડે છે. યતિઓ તરફથી થયેલા ઉપદ્રવોના પ્રસંગો પણ જાણવા મળે છે. એમના આશીર્વાદથી ભક્તોનાં શારીરિક દર્દ દૂર થયાં હોય અથવા આર્થિક ઉપાધિ ટળી ગઈ હોય એવા પણ કેટલાયે પ્રસંગો છે. સ્થાનિક સંઘર્ષ, કલહ વગેરે કે કુરિવાજો એમણે દૂર કરાવ્યા હોય એવા પણ પ્રસંગો બન્યા છે. આત્મફુરણાથી કે જ્યોતિષના જ્ઞાનથી એમણે કરેલી આગાહીઓ સાચી પડી હોય એવી પણ ઘટનાઓ બની છે. કેટલાયે રાજવીઓ એમના ભક્ત બની ગયા હતા અને દારૂ, શિકાર, માંસાહાર વગેરેનો ત્યાગ કર્યો હતો. શ્રી રાજેન્દ્રસૂરિજીના જીવનપ્રસંગોમાંથી અહીં કેટલાક લાક્ષણિક પ્રસંગો જોઈશું.
મહારાજશ્રીના શિષ્યોમાં મુખ્ય શિષ્ય શ્રી મોહનવિજયજી હતા. એમની દીક્ષાનો પ્રસંગ કેવી રીતે ઉપસ્થિત થયો એની પણ રસિક ઘટના છે.
વિ. સં. ૧૯૩૨માં મહારાજશ્રીએ રાજસ્થાનમાં આહોર નગરમાં ચાતુર્માસ કર્યું હતું. તેઓ રોજ નિયમિત સમયે ઉપાશ્રયમાં રોચક શૈલીથી પ્રેરક વ્યાખ્યાન આપતા. તે સાંભળવા માટે દૂરદૂરથી શ્રાવકો આવતા. શ્રાવકો ઉપરાંત અન્ય કોમના લોકો પણ આવતા. મહારાજશ્રીના વાસક્ષેપ અને આશીર્વાદ લેવા પણ ઘણા ભક્તો આવતા. નિઃસ્વાર્થ, પરોપકારપરાયણ સાધુસંતોનો પ્રભાવ લોકો ઉપર હમેશાં ઘણો રહેતો હોય છે. આહારની બાજુમાં સામુજા નામના ગામમાં વરદીચંદ્ર નામના એક બ્રાહ્મણ રહે. એમને એક દીકરો હતો. એ અપંગ અને મૂંગો હતો. પોતાની પત્ની સાથે તેઓ પોતાના બે પુત્રને લઈને ગુરુમહારાજના આશીર્વાદ લેવા આહાર આવ્યા. વ્યાખ્યાન સાંભળીને તેઓએ પ્રસન્નતા અનુભવી. વ્યાખ્યાન પછી તેઓ ગુરુદેવ પાસે આવ્યા. પોતાના અપંગ બાળકની વાત કરી અને આશીર્વાદ આપવા વિનંતી કરી.
મહારાજશ્રીએ થોડી વાર ધ્યાન ધર્યું. ત્યાર પછી મંત્રજાપ કરીને બાળકના મસ્તકે વાસક્ષેપ નાખ્યો. ત્યાર પછી બાળકના મસ્તક ઉપર કેટલીક વાર સુધી હાથ મૂકી રાખીને મંત્રોચ્ચાર કર્યો. એથી મૂંગા બાળકે મોઢું ઉઘાડ્યું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org