________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨ ૨૭
ચાર શ્લોકનાં ઘણાં સ્તોત્રોમાં ચોથા શ્લોકમાં દેવની સ્તુતિ હોય છે. તેની સ્તુતિની જરૂર નથી. માટે ત્રણ શ્લોક, ત્રણ થોય બોલવી બસ છે. માટે આ માન્યતા ધરાવનાર એમનો ગચ્છ ત્રિસ્તુતિક ગચ્છ તરીકે ઓળખાવા લાગ્યો. ખાચરોદનું ચાતુર્માસ એ રીતે એક નવપ્રસ્થાનની દૃષ્ટિએ ઐતિહાસિક બની ગયું. શ્રી રાજેન્દ્રસૂરિની ત્રણ થોયની ભલામણ એક અપેક્ષાએ યોગ્ય હતી, પરંતુ અન્ય અપેક્ષાએ પણ વિચારણા કરવી યોગ્ય હતી. એથી એ સમયે કેટલોક વિવાદ જાગ્યો. ક્યાંક શાસ્ત્રાર્થ કરવાના પ્રસંગો પણ ઊભા થયા, પરંતુ મહારાજશ્રી એવા વિવાદથી દૂર રહી પોતાની આરાધનામાં મગ્ન રહ્યા.
ખાચરોદ પછી મહારાજશ્રીએ રતલામ, કુક્ષી, રાજગઢ, જાવરા, આહીર, જાલોર, ભિનમાલ, શિવગજ, અલિરાજપુર વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા. મધ્યપ્રદેશમાં રતલામ, રાજગઢ, કુક્ષી, આહીર વગેરે સ્થળે વારંવાર ચાતુર્માસના કારણે ત્યાં એમનો વિશાળ અનુયાયી વર્ગ ઊભો થયો હતો.
મહારાજશ્રી ઉગ્ર તપસ્વી હતા. છઠ્ઠ, અઠ્ઠમ જેવી એમની તપશ્ચર્યા તો વખતોવખત ચાલ્યા કરતી. આ બાહ્ય તપ સાથે આવ્યંતર તપ પણ તેઓ કરતા. લોકસમુદાયમાં ધ્યાનની અનુકૂળતા ઓછી રહેતી. એટલે તો ઘણી વાર જંગલમાં-ગુફાઓમાં તેઓ ધ્યાન ધરવા ચાલ્યા જતા.
મહારાજશ્રીએ વિ. સં. ૧૯૨૭નું ચાતુર્માસ માળવા દેશમાં કુક્ષી નગરમાં કર્યું હતું. અહીં એમણે “પદ્રવ્યવિચાર’ નામના ગ્રંથની રચના કરી. ચાતુર્માસ પછી એમની ભાવના કંઈક ઉગ્ર તપશ્ચર્યા અને સાધના કરવાની હતી. એ માટે કોઈ એકાંત અનુકૂળ સ્થળની શોધમાં તેઓ હતા. નર્મદા નદીના સામે કિનારે વિંધ્યાચાલ પર્વતમાં આવેલું દિગંબર જૈન તીર્થ માંગતુંગી એમને પસંદ પડ્યું. ચાતુર્માસ પૂરું થતાં કાર્તિકી પૂર્ણિમાને દિવસે તેમણે માંગતુંગી તરફ વિહાર કર્યો. ત્યાં પહોંચીને એકાંત સ્થળમાં રહીને તેમણે પોતાની સાધના ચાલુ કરી. તેમણે અરિહંત પદનું ધ્યાન ધર્યું. ત્યાં લગભગ છ માસ તેઓ રોકાયા. એ સમયગાળામાં એમણે છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ વગેરે પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા પણ કરી અને નવકારમંત્રનો સવા કરોડનો જાપ પણ કર્યો. આમ માંગતુંગી જેવા પવિત્ર તીર્થસ્થળમાં મહારાજશ્રીએ તપ, જપ અને ધ્યાન દ્વારા વિશિષ્ટ પ્રકારની ઉચ્ચ આરાધના કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org