________________
૨૨૬
પ્રભાવક સ્થવિરો
રસાલા સાથે તેમાં હાજર હતા. વિશાલ સભામંડપમાં પહોંચી મહારાજશ્રી પાટ ઉપર બિરાજમાન થયા. તેમણે જૈન સાધુઓના શાસ્ત્રોક્ત શુદ્ધ આચારના પાલન ઉપર સરસ મનનીય વ્યાખ્યાન આપ્યું. તેમણે કહ્યું કે, “પતિમાંથી સાધુ થવામાં અમને કેટલાંક કષ્ટો જરૂર પડશે. કેટલાક યતિઓ અને યતિભક્તો તરફથી ઉપદ્રવો પણ કદાચ સહન કરવા પડશે. પણ અમને એનો ડર નથી. શુદ્ધ, નિર્મળ સાધુજીવન તરફ અમારી ગતિ થઈ રહી છે. એથી અમે અત્યંત હર્ષ, કૃતાર્થતા અને ધન્યતા અનુભવીએ છીએ.”
આ ઐતિહાસિક ક્રાન્તિકારી પ્રસંગની સ્મૃતિરૂપે જાવરાના એ જિનમંદિરમાં સંઘ તરફથી આ ક્રિયોદ્ધારનો ષટક મૂકવામાં આવ્યો.
જાવરામાં ક્રિયોદ્ધાર કર્યા પછી શ્રી રાજેન્દ્રસૂરિ હવે શ્રીપૂજ્ય-યતિમાંથી પંચાચારનું પાલન કરનાર જૈન સાધુ બન્યા. એમણે તપગચ્છને નવું સ્વરૂપ આપ્યું. એમણે સૌધર્મ તપગચ્છની સ્થાપના કરી અને પોતે એના પ્રથમ પટ્ટધર બન્યા. ત્યાર પછી સં. ૧૯૨૫નું ચાતુર્માસ એમણે ખાચરોદમાં કર્યું. અહીં બીજી એક મહત્ત્વની ઘટના બની. - શ્રી રાજેન્દ્રસૂરિ પોતે યતિજીવન જીવ્યા અને યતિઓ-શ્રીપૂજ્યો સાથે રહ્યા એથી એમને તેઓના જીવનનો વાસ્તવિક ખ્યાલ આવી ગયો હતો. તેઓના જીવનમાં આધ્યાત્મિક સાધના, શુદ્ધ આત્મસ્વરૂપની રમણતા કરતાં ભૌતિક લાભ માટે મંત્ર-તંત્ર અને દેવ-દેવીની ઉપાસનાનું મહત્ત્વ એટલું બધું વધી ગયું હતું કે ગૃહસ્થો પણ શુદ્ધ મોક્ષમાર્ગથી અને નિરતિચાર ચારિત્રથી વિમુખ બની ભૌતિક સુખસંપતિ મેળવવા પાછળ અને તે માટે તંત્રતંત્ર અને દેવદેવીની ઉપાસના પાછળ બહુ પડી ગયા હતા. વળી યતિઓ પણ ગૃહસ્થોને મંત્રતંત્ર અને દેવદેવીની બીક બતાવીને પોતાના સ્વાર્થનું ધાર્યું કાર્ય કરાવી લેતા. આથી શ્રી રાજેન્દ્રસૂરિએ દેવદેવીની ઉપાસનાને ગૌણ બનાવી. કોઈ પણ દેવ કરતાં સાચો માનવસાધુ વધુ ચડિયાતો છે, એ વાત ઉપર એમણે ભાર મૂક્યો. સાચા સાધુને દેવો કશું કરી શકે નહિ. દેવગતિ કરતાં મનુષ્યગતિ શ્રેષ્ઠ છે. ફક્ત મનુષ્યગતિમાં જ ત્યાગ-સંયમ છે અને મોક્ષપ્રાપ્તિ છે. મનુષ્ય પણ જો ઉત્તમ ચારિત્ર પાળે તો દેવો એને વંદન કરવા આવે છે. તો પછી દેવને વંદનની શી જરૂર છે ? એટલા માટે એમણે ત્રિસ્તુતિક (ત્રણ થોય) ધર્મનો બોધ આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org