________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
સિદ્ધકુશલજીને રતલામ મોકલ્યા અને આ નિયમોની લેખિત સ્વીકૃતિ શ્રી રાજેન્દ્રસૂરિને જણાવી. એથી શ્રી રાજેન્દ્રસૂરિને અત્યંત આનંદ અને સંતોષ થયો. વિવાદના એક મહત્વના પ્રકરણનો આ રીતે અંત આવ્યો. શ્રી રાજેન્દ્રસૂરિએ ત્યાર પછી શિથિલાચાર દૂર કરવાની તથા ક્રિયોદ્ધાર કરવાની દૃષ્ટિએ યતિઓને વ્યક્તિગત સમજાવવાનું તથા વ્યાખ્યાનોમાં લોકો સમક્ષ પણ શુદ્ધ સાધ્વાચારનું પ્રતિપાદન કરવાનું ચાલુ કર્યું. આ રીતે એમની તરફેણમાં ક્રમે ક્રમે યતિવર્ગ વધતો ગયો અને વાતાવરણ સાનુકૂળ બનતું ગયું.
મહારાજશ્રીએ રાણકપુરમાં આદિનાથ ભગવાન સમક્ષ સંકલ્પ કર્યો હતો કે પાંચ વર્ષમાં તેઓ પોતાના યતિજીવનમાં ક્રિયોદ્વાર કરશે. એ પાંચ વર્ષ હવે પૂરાં થવા આવ્યાં હતાં.
મહારાજશ્રીએ વિ. સં. ૧૯૨૫માં ચાતુર્માસ શરૂ થાય તે પૂર્વે જેઠ વદ દશમ (મારવાડી તિથિ અષાઢ વદ દશમ)ના રોજ ક્રિયોદ્ધારના ઉત્સવનું આયોજન કર્યું. આઠ દિવસનો કાર્યક્રમ જાવરામાં રાખ્યો. માળવાના આસપાસના પ્રદેશોમાંથી ઘણા લોકો આ પ્રસંગે એકત્ર થયા હતા. ક્રિયોદ્ધારનો કાર્યક્રમ કેવી રીતે થાય છે એ જાણવાની પણ લોકોને બહુ ઉત્સુકતા હતી.
નિર્ધારિત દિવસે સવારે મહારાજશ્રી પોતાના શિષ્યો અને અન્ય યતિઓ સાથે ઋષભદેવ ભગવાનના જિનાલયમાં પધાર્યા. ત્યાં બેસી ચૈત્યવંદનાદિની વિધિ કરી. ત્યારપછી મહારાજશ્રીએ એકત્ર થયેલા લોકોને સંબોધિત કરતાં કહ્યું કે ‘અમારી પાસે યતિ કે શ્રીપૂજ્ય તરીકે છત્ર, ચામર, પાલખી, સૂર્યમુખી, ચંદ્રમુખી વગેરે જે કંઈ પરિગ્રહ છે અને જે કીમતી પરિગ્રહ-ચિહ્નો છે તે તમામ આજથી આ જિનેશ્વર ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ. આજથી હવે તે ચીજવસ્તુઓ અમારી માલિકીની નહિ, પણ જિનાલયની માલિકીની, સંઘની માલિકીની રહેશે. આજથી અમે સંવેગી જૈન સાધુઓના શુદ્ધ આચાર પ્રમાણે પગે વિહાર કરીશું, જાતે ઊંચકાય એટલાં સાધુનાં ઉપકરણો સાથે રાખીશું અને શુદ્ધ મુનિજીવનનું પાલન કરીશું.’
મહારાજશ્રીએ અને એમના શિષ્યોએ આ રીતે બધી ચીજવસ્તુઓનો ત્યાગ કર્યો. રજવાડી ઠાઠમાઠને બદલે સાદા સાધુ તરીકે તેઓ જિનાલયમાંથી બહાર આવ્યા. ત્યાંથી વાજતેગાજતે શોભાયાત્રા નીકળી. જાવરાના નવાબ પણ પોતાના
Jain Education International
૨૨૫
For Private & Personal Use Only
'
www.jainelibrary.org