________________
૨ ૨૪
પ્રભાવક સ્થવિરો
રાખવી. વળી તેમાં પણ દુરાચારી, માંસાહારી વ્યક્તિને નોકર તરીકે ન રાખવી.
(૮) શ્રીપૂજ્ય કે અન્ય કોઈ યતિઓએ દ્રવ્યખર્ચ કરવા માટે સંઘ પાસે હઠાગ્રહ કરવો નહિ.
આ નવ નિયમોમાં એવું કશું નહોતું કે જે સાચા જૈન યતિઓને સ્વીકાર્ય ન હોય. પંન્યાસ મોતીવિજયજી અને મુનિ સિદ્ધકુશલજી એની સાથે પૂરેપૂરા સંમત હતા. શ્રીપૂજ્યની સ્વીકૃતિ મહત્ત્વની હતી, કારણ કે તેઓ જો સ્વીકારે તો જ બધા યતિઓ સ્વીકારે. તેઓ બંને આ નિયમોની નકલ લઈને શ્રીપૂજ્ય પાસે આવી પહોંચ્યા.
શ્રીપૂજ્ય ધરણેન્દ્રિયસૂરિ પાસે બંને પ્રતિનિધિઓએ આવીને નવ કલમોનો પત્ર વંચાવ્યો. શ્રીપૂજ્ય એના ઉપર બરાબર મનન કરી લીધું.
ત્યાર પછી પોતાના યતિઓના એ વિશે કેવા કેવા પ્રતિભાવ છે તે જાણવા માટે તેમણે બધાને એકત્ર કર્યા. તેમની સમક્ષ આ નવ નિયમો એક પછી એક ધીમે ધીમે શબ્દશઃ ફરી ફરી વાંચવામાં આવ્યા. પછી શ્રીપૂજ્ય તેમના અભિપ્રાયો પૂછયા. કેટલાક યતિઓએ આ નિયમોનો વિરોધ કર્યો. કેટલાકે કહ્યું કે “આવી રીતે નિયમો મોકલીને શ્રી રાજેન્દ્રસૂરિ આપણા ઉપર વર્ચસ્વ જમાવવા માટે જયંત્ર રચી રહ્યા છે. કેટલાંકે કહ્યું કે “નિયમો ઠોકી બેસાડવાની રાજેન્દ્રસૂરિને શી સત્તા છે ? આજે નવ નિયમ આપ્યા છે. એ સ્વીકારીએ એટલે બીજા નવ નિયમ આવશે. આપણે ક્યાં સુધી આ બધું ચલાવી લેવું ?
બીજા કેટલાક યતિઓએ કહ્યું કે “શ્રી રાજેન્દ્રસૂરિએ જે નિયમો આપ્યા છે તે સર્વથા યોગ્ય છે. આપણે દિવસે દિવસે અધ:પતનના માર્ગે જઈ રહ્યા છીએ. આપણે સવેળા જાગ્રત થવાની જરૂર છે. બધા નિયમો શાસ્ત્રાનુસાર છે. એ કંઈ રાજેન્દ્રસૂરિના ઘરના નિયમો નથી. એ સ્વીકારવાથી આપસનો વિવાદ અને સંઘર્ષ ટળી જશે અને ગચ્છ તથા શાસનની શોભા વધશે.”
મહારાજશ્રીના નિયમો સ્વીકારી લેવાની તરફેણ કરવાવાળા યતિઓની સંખ્યા વધુ હતી. શ્રીપૂજ્યને પોતાને પણ એમ કરવું યોગ્ય લાગતું હતું. છેવટે એમણે નિર્ણયની ઘોષણા કરી કે “શ્રી રાજેન્દ્રસૂરિના નિયમો આપણે સ્વીકારી લઈએ છીએ અને એમની સાથે સમાધાન કરી લઇએ છીએ.”
ત્યાર પછી શ્રીપૂજ્ય ફરીથી પંન્યાસ શ્રી મોતીવિજયજી તથા મુનિશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org