________________
૨૨૨
પ્રભાવક સ્થવિરો
રાજેન્દ્રસૂરિ સાથે કોઈ પણ જાતનું સમાધાન કરવું તે પોતાના ગૌરવને ખંડિત કરવા જેવું છે. ગમે તેમ પણ એટલું નિશ્ચિત હતું કે શ્રી રાજેન્દ્રસૂરિના ગયા પછી શ્રી ધરણેન્દ્રસૂરિનો લોકો ઉપરનો પ્રભાવ થોડો ઓછો થવા લાગ્યો હતો. - શ્રી ધરણેન્દ્રસૂરિમાં જો કે ખુશામતિયા કેટલાક યતિઓને કારણે શિથિલાચાર આવી ગયો હતો, તો પણ તેઓ શ્રી રાજેન્દ્રસૂરિનો પોતાના ઉપર થયેલો ઉપકાર ભૂલ્યા નહોતા. એમણે શ્રી રાજેન્દ્રસૂરિ પાસે વિધ્યાભ્યાસ કર્યો હતો. શ્રી રાજેન્દ્રસૂરિએ કેટલાંક વર્ષ સુધી પોતાના ગચ્છની બધી વ્યવસ્થા સંભાળી લઈને ગચ્છને ગૌરવભર્યું સ્થાન લોકોમાં અને શ્રી રાજદરબારમાં અપાવ્યું હતું. એટલે શ્રી ધરણેન્દ્રસૂરિના હૃદયમાં પોતાના વિદ્યાગુરુ પ્રત્યે પૂજ્યભાવ ચાલુ રહ્યો હતો. વળી તેઓ રાજેન્દ્રસૂરિની નિર્મળ પ્રકૃતિથી અને શુદ્ધ ચારિત્રથી પણ પ્રભાવિત હતા. વળી તેઓને સંઘર્ષ વધારવામાં પોતાના ગચ્છનું હિત જણાતું નહોતું. આથી સમાધાન થાય એ માટે એમણે વડીલ યતિઓ શ્રી મોતીવિજયજી અને શ્રી સિદ્ધકુશલજીને શ્રી રાજેન્દ્રસૂરિ પાસે જાવરા મોકલવાનો નિર્ણય કર્યો.
આમ, શ્રીપૂજ્ય ધરણેન્દ્રસૂરિએ મોકલેલા બે યતિઓ પંન્યાસ શ્રી મોતીવિજયજી અને મુનિશ્રી સિદ્ધકુશલજી જાવરા આવી પહોંચ્યા. શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજશ્રી સાથે સમાધાન કરવા માટે બંને પીઢ અને ઠરેલ યતિઓ બહુ ઉત્સુક હતા, પરંતુ જાવરા જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ખબર પડી કે મહારાજશ્રી તો વિહાર કરીને રતલામ પહોંચ્યા છે.
આ બંને યતિઓએ જાવરાના સંઘના અગ્રેસરોને બધી વાત કરી. યતિઓમાં પ્રવેશેલા શિથિલાચારો દૂર થાય એ માટે તેઓ બંને સંમત હતા. તેઓએ જાવરાના સંઘના અગ્રેસરોને પોતાની સાથે રતલામ આવવા અને પોતાના કાર્યમાં સહકાર આપવા સમજાવ્યા. તેઓ બધા રતલામ પહોંચ્યા. ત્યાં મહારાજશ્રીને મળ્યા, અને સમગ્ર પરિસ્થિતિ સમજાવી અને વિવાદનો અંત લાવવા બહુ આગ્રહભરી વિનંતી કરી.
મહારાજશ્રીએ કહ્યું કે પોતાને પદની કોઈ આકાંક્ષા નથી. યતિઓમાં પ્રવેશેલા શિથિલાચારો દૂર નહિ થાય ત્યાં સુધી ગચ્છની કે શાસનની કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org