________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨ ૨ ૧
જાય છે એ જોઈને શ્રી પ્રમોદસૂરિને કેટલાય વખતથી ખેદ થતો હતો. પરંતુ પોતાની વૃદ્ધાવસ્થાને કારણે તેઓ એ બાબતમાં આગેવાની લઈ કશું કરવા ઈચ્છતા નહોતા, કારણ કે આ બહુ મોટા વિવાદ અને સંઘર્ષનો પ્રશ્ન હતો. અને પોતે શેષ જીવનમાં શાંતિથી આરાધના કરવા ઈચ્છતા હતા. વળી ગુરુમહારાજે શ્રી રત્નવિજયજીને કહ્યું કે, “ક્રિયોદ્ધાર કરવા માટે તમારો સંકલ્પ અનુમોદનીય છે. પરંતુ તેમાં ઉતાવળ કરશો નહિ. તેમ કરવાથી નિષ્ફળતા મળશે. તમને સતાવવાના, મારી નાખવાના પ્રયત્નો થશે. એના કરતાં પહેલાં ઠેર ઠેર પ્રચાર કરી લોકમત કેળવો અને યતિઓને વ્યક્તિગત રીતે સમજાવવા પ્રયાસ કરો. એમ કરતાં કરતાં ક્રિયોદ્ધાર માટે વાતાવરણ અનુકૂળ થતું જશે.”
ગુરુમહારાજની આ શિખામણ શ્રી રત્નવિજયજીને વધુ યોગ્ય લાગી. યતિઓને વ્યક્તિગત સમજાવવાની પદ્ધતિને કારણે થોડા વખતમાં શ્રી. મોતીવિજયજી, શ્રી મહેન્દ્રવિજયજી, શ્રી અમરરુચિજી, શ્રી સિદ્ધકુશલજી, શ્રી દેવસાગરજી વગેરે યતિઓએ ભવિષ્યમાં ક્રિયોદ્ધાર માટે સહકાર આપવા સંમતિ આપી. આથી વાતાવરણ ક્રમે ક્રમે અનુકૂળ થતું ગયું.
ત્યાર પછી વિ. સં. ૧૯૨૪ના વૈશાખ સુદ પના રોજ શ્રી રત્નવિજયજીની યોગ્યતા જોઈને એમના ગુરુ શ્રી પ્રમોદસૂરિએ એમને શ્રીપૂજ્યની પદવી તથા આચાર્યની પદવી આહારમાં ધામધૂમપૂર્વક આપી. એમનું નામ હવે શ્રી વિજય રાજેન્દ્રસૂરિ રાખવામાં આવ્યું. યતિજીવનનું આ ઉચ્ચપદ હતું. એ પ્રસંગે આહોરના ઠાકોર શ્રી યશવંતસિંહે પણ સમારંભમાં ભાગ લીધો હતો, અને શ્રી વિજય રાજેન્દ્રસૂરિને શ્રીપૂજ્યની પ્રણાલિકાનુસાર છત્ર, ચામર, સૂર્યમુખી, ચંદ્રમુખી, સુવર્ણદંડ, શાલ વગેરે અર્પણ કર્યા હતાં. ગુરુમહારાજની આજ્ઞાથી અને વ્યવહારદષ્ટિએ રાજેન્દ્રસૂરિએ આ બધું ગ્રહણ કર્યું, પરંતુ એમના અંતરમાં તો એ જ ભાવ હતો કે ક્યારે આ બધાંનો પોતે ત્યાગ કરી શકશે
- શ્રી રત્નવિજયજી પોતાનાથી છૂટા પડ્યા અને થોડા સમયમાં આચાર્યપદ પામ્યા. એ પછી શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિના યતિસમુદાયમાં મતમતાંતર ઊભા થયા. કેટલાક યતિઓ તો શ્રી ધરણેન્દ્રસૂરિને છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ જે સાથે રહ્યા હતા તેમનામાં કેટલાકનો એવો મત હતો કે શ્રી રાજેન્દ્રસૂરિ સાથે સમાધાન કરી લેવું જોઈએ. બીજા કેટલાક એવું માનતા હતા કે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org