________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨ ૧૯
બોલાવે છે. એટલે શ્રી રત્નવિજયજી સીધા ધરણેન્દ્રસૂરિ પાસે આવી પહોંચ્યા.
શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિ જે ઓરડામાં આસન ઉપર ગાદી-તકિયે બિરાજમાન હતા ત્યાં શ્રીપૂજ્યની સાથે બીજા કેટલાક યતિઓ પણ બેઠા હતા. શ્રીપૂજ્ય યતિનાં જે વસ્ત્રો ધારણ કર્યા હતાં તે અત્યંત કીમતી વસ્ત્રો હતાં. બે બાજુ બે યતિઓ પણ બેઠા હતા. ગાદી-તકિયા ઉપર પણ જરિયાન વસ્ત્રો હતાં. બે બાજુ બે યતિઓ ચામર ઢોળતા હતા. સુવર્ણદંડ, સૂર્યમુખી, ચંદ્રમુખી, છત્ર વગેરે ચકચકિત હતાં. બારીઓ ઉપર કીમતી પડદાઓ લટકતા હતા. આખો ઓરડો સુગંધી દ્રવ્યોથી મઘમઘતો હતો.
કોઈ ગહન વિષયની વિચારણા માટે શ્રીપૂજ્ય દ્વારા જાણે કોઈ ગંભીર બેઠક બોલાવવામાં આવી હોય એવું વાતાવરણ લાગતું હતું. પર્યુષણના તહેવારો હતા. લોકો તરફથી સારી રકમ યતિઓને ભેટરૂપે મળી હતી. આ રકમનો કેવો ઉપયોગ કરવો તે અંગે વિચારણા થતી હતી. એ માટે એક માણસને બોલાવવામાં આવ્યો હતો. એ હતો કીમતી અત્તરો વેચવાવાળો. એની પાસેથી કયાં કયાં અત્તરો કેટલા પ્રમાણમાં પર્યુષણ પર્વ દરમિયાન ખરીદવાં તેની ખરેખર ગંભીર વિચારણા યતિઓમાં ચાલી રહી હતી. એ માટે દફતરી શ્રી રત્નવિજયજીનો અભિપ્રાય પણ જાણવાની શ્રીપૂજ્ય ઇચ્છા દર્શાવી એટલે એમને બોલાવવા માટે એક બાલયતિને મોકલવામાં આવ્યા હતા.
શ્રી રત્નવિજયજી આવ્યા. શ્રીપૂજ્ય અત્તરની વાત કરી. એ સાંભળીને તો શ્રી રત્નવિજયજી અત્યંત વિમાસણમાં મૂકાઈ ગયા. હજુ હમણાં જ ભગવાન મહાવીરના ત્યાગમય જીવન વિશે લોકો સમક્ષ વ્યાખ્યાન આપીને તેઓ આવ્યા હતા. એમની શાસન પરંપરા ચલાવનારા સાધુઓ-યતિઓની આ દશા જોઈ તેઓ વિસ્મિત થઈ ગયા. તેઓ કશું બોલ્યા નહિ. એટલામાં એક અત્તરની શીશી લઈ શ્રીપૂજ્ય પૂછ્યું, “દફ્તરીજી ! આ અત્તર તમને કેવું લાગે છે ? સુંઘી જુઓ તો.'
એમ કહેતાં કહેતાં શ્રીપૂજ્ય શ્રી રત્નવિજયજીના વસ્ત્ર ઉપર અત્તરના છાંટા નાખ્યા. એથી શ્રી રત્નવિજયજી એકદમ ચોંકી ગયા. થોડા પાછા હઠી ગયા. તેમને આ ગમ્યું નહિ. તેમણે પોતાનો અણગમો તરત વ્યક્ત કરતાં કહ્યું, “શ્રીપૂજ્યજી ! અત્તરના વિષયમાં મને કશી ગતાગમ નથી. પરંતુ મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org