________________
૨૧૮
પ્રભાવક સ્થવિરો
વિ. સં. ૧૯૨૩નું ચાતુર્માસ શ્રી ધરણેન્દ્રસૂરિએ રાજસ્થાનમાં ઘાણેરાવમાં કરવાનું નક્કી કર્યું.
શ્રી રત્નવિજયજીએ પણ શ્રી ધરણેન્દ્રસૂરિ સાથે ચાતુર્માસ ક૨વું એમ નક્કી કરવામાં આવ્યું, કારણ કે તેઓ તપગચ્છના યતિઓના દફ્તરી હતા. એટલે શ્રી ધરણેન્દ્રસૂરિની આગ્રહપૂર્વકની ઈચ્છા હતી કે શ્રી રત્નવિજયજી પોતાની સાથે ચાતુર્માસ કરે. શ્રી રત્નવિજયજી વિદ્વાન હતા. સારા વક્તા હતા. એમની વ્યાખ્યાનશૈલીનો ઘણો સારો પ્રભાવ પડતો હતો. એટલે પર્યુષણમાં તેઓ પોતાની સાથે હોય તો લોકોને વધુ લાભ મળે એવી દૃષ્ટિ શ્રી ધરણેન્દ્રસૂરિની હતી.
ઘાણે૨ાવમાં ચાતુર્માસમાં રોજેરોજ વ્યાખ્યાન આપવાની જવાબદારી શાસ્ત્રજ્ઞ શ્રી રત્નવિજયજીએ સ્વીકારી લીધી. દિવસે દિવસે શ્રોતાઓની હાજરી વધતી ચાલી. એમ કરતાં પર્વાધિરાજ પર્યુષણના દિવસો આવી પહોંચ્યા.
એ દિવસોમાં આ વિસ્તારના સામાન્ય શ્રાવકોને ઉચ્ચ, ત્યાગી, સંયમી સાધુ મહાત્માઓનો ખ્યાલ કે પરિચય બહુ નહોતો. ઠાઠમાઠવાળા યતિઓના જીવનથી અંજાઈ ગયેલા લોકો એવી પરિસ્થિતિથી સહજ ટેવાઈ ગયા હતા. રાજદરબારમાં યતિઓને મળતાં માનપાનથી પ્રભાવિત થયેલા લોકોનો માપદંડ પણ જુદો હતો. યતિઓ તો આવા રજવાડી ઠાઠમાઠવાળા હોવા જ જોઈએ એવી દૃઢ માન્યતા થઈ ગઈ હતી. સાચા ત્યાગી જૈન સાધુઓને યતિઓ ટકવા પણ દેતા નહિ. જોકે કેટલીક જૈન વિદ્યાઓ અને પરંપરાઓને સાચવવામાં યતિઓનું યોગદાન ઘણું મોટું હતું, તો પણ તેમનામાં શિથિલાચાર ઉત્તરોત્તર વધતો જતો હતો.
પર્યુષણ પર્વમાં શ્રી રત્નવિજયજી ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્ર વાંચતા હતા. ભગવાન મહાવીરના ત્યાગમય જીવનનાં રહસ્યો તેઓ શ્રોતાઓને ભાવપૂર્વક સમજાવતા હતા. સાચા શ્રમણ કેવા હોય તે પૂર્વાચાર્યોનાં પ્રેક દૃષ્ટાંતો સહિત તેઓ બતાવતા હતા. એમના ચિત્તમાં ભગવાન મહાવીરના અપ્રમત્ત એવા ત્યાગ-સંયમમય પૂર્ણ જીવનનું ચિત્ર જાણે સજીવન બનીને રમી રહ્યું હતું. વ્યાખ્યાન પૂરું કરીને તેઓ ઉપાશ્રયમાં પોતાના સ્થાને પાછા ફર્યા. ત્યાં એક બાલયતિએ આવીને કહ્યું, 'મહારાજજી ! આપને શ્રીપૂજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org