________________
૨૧૬
પ્રભાવક સ્થવિરો
આ વિનંતીપત્ર મળતાં શ્રી રત્નવિજયજીને લાગ્યું કે આવી અંગત વિનંતી પછી હવે પોતે નહિ જાય તો તે યોગ્ય નહિ કહેવાય. એટલે પોતે વિહાર કરીને શ્રી ધરણેન્દ્રસૂરિ પાસે પહોંચ્યા. બંને પ્રેમથી એકાંતમાં મળ્યા, ઘણી વાતો થઈ. પરસ્પર ખુલાસા થયા. બંનેને બહુ સંતોષ થયો. શ્રી ધરણેન્દ્રસૂરિને હતું કે શ્રી રત્નવિજયજી નિર્મળ સાધુ છે. વળી એમનો પોતાના ઉપર ઘણો ઉપકાર છે. તો બીજી બાજુ શ્રી રત્નવિજયજીને લાગ્યું કે પોતે ગચ્છાધિપતિ શ્રી દેવેન્દ્રસૂરિને વચન આપ્યું છે તે પ્રમાણે શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિને પોતે સહકાર આપવો જોઈએ. આથી તેમણે શ્રી ધરણેન્દ્રસૂરિને પોતે સહકાર આપવો જોઈએ. આથી તેમણે શ્રી ધરણેન્દ્રસૂરિના અત્યાગ્રહને વશ થી તપગચ્છના દફ્તરીનું પદ ફરી સંભાળી લીધું.
પરંતુ એક વખત યતિઓમાં ચાલુ થયેલી ખટપટો અટકી નહિ. જો કે શ્રી ધરણેન્દ્રસૂરિના યતિસમુદાયમાં શ્રી મોતીવિજયજી જેવા કેટલાક અનુભવી અને સમજદાર યતિઓ હતા. યતિજીવનમાં પ્રવેશેલો શિથિલાચાર તેમને પસંદ નહોતો. તેઓ શ્રી રત્નવિજયજી સાથે સંમત થતા, પરંતુ પરિસ્થિતિને વશ થઈ તેઓ પ્રગટપણે શ્રી રત્નવિજયજીનો પક્ષ લઈ શકતા નહોતા. યતિજીવનના આવા પોતાના અનુભવો પરથી તથા અન્ય યતિઓના જીવનના અવલોકન પરથી શ્રી રત્નવિજયજીએ યતિજીવનના ક્રિયોદ્ધાર માટે કેટલીક દરખાસ્તો શ્રી ધરણેન્દ્રસૂરિને કરી કે જેથી નિર્મળ ચારિત્ર્યનું પાલન થાય અને લોકો ઉપર પ્રભાવ પડે. પરંતુ શ્રી ધરણેન્દ્રસૂરિએ એ વાતને ત્યારે ગંભીરપણે લીધી નહિ.
શ્રી રત્નવિજયજી શ્રી ધરણેન્દ્રસૂરિ સાથે કેટલાંક વર્ષોથી વિચરતા હતા. પરંતુ જે રીતે ધરણેન્દ્રસૂરિનો ઠાઠમાઠ, બાહ્યાડંબર, વૈભવ અને ભૌતિક અભિલાષાઓ વધતાં જતાં હતાં તે જોઈને શ્રી રત્નવિજયજીને દુઃખ થતું. પોતે જૈન સાધુ છે અને પોતાનું જીવન ત્યાગમય હોવું જોઇએ, એવું શ્રી રત્નવિજયજીને વારંવાર લાગતું હતું. શ્રી ધરણેન્દ્રસૂરિમાં પરિવર્તન ન આવે તો પોતે તેમનાથી છુટા પડીને પણ એવું ત્યાગમય જીવન જીવવું જોઈએ એવું હવે એમને વારંવાર લાગવા માંડ્યું હતું.
આ મનોમંથન દરમિયાન એક મહત્ત્વની સૂચક ઘટના બની. સં. ૧૯૨૦ના ચૈત્ર માસમાં શ્રી ધરણેન્દ્રસૂરિ પોતાના પતિસમુદાય સાથે રાણકપુરની યાત્રાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org