________________
૨ ૧૪
પ્રભાવક વિરો
શ્રી રત્નવિજયજીએ દફ્તરીનું પદ તો સ્વીકાર્યું, પણ પોતાની પાસે અધ્યયન કરનાર શ્રી ધરણેન્દ્રસૂરિ જ્યારથી શ્રીપૂજ્ય થયા ત્યારથી આજ્ઞા તો એમની જ સ્વીકારવાની રહી. વ્યવસ્થાની દૃષ્ટિએ એ યોગ્ય જ હતું, પરંતુ ત્યાગ, વૈરાગ્યના સંસ્કારવાળા શ્રી રત્નવિજયજીને યુવાનીમાં પ્રવેશી ચૂકેલા શ્રી ધરણેન્દ્રસૂરિના ઠાઠમાઠ, મોજશોખ, આજ્ઞાકારી વર્તન, અહંકાર, ભોગોપભોગની સામગ્રી માટે આસક્તિ વગેરે ખૂંચવા લાગ્યાં હતાં. તેઓ વારંવાર તે માટે શ્રી ધરણેન્દ્રસૂરિને ભલામણ કરતા અને શ્રી ધરણેન્દ્રસૂરિ તે ભલામણનો સ્વીકાર કરતા, કારણ કે રત્નવિજયજી એમના વિદ્યાગુરુ હતા. પરંતુ ખુશામતખોર એવા કેટલાક બીજા યતિઓ શ્રી ધરણેન્દ્રસૂરિને ચડાવતા અને શ્રી રત્નવિજયજી વિરુદ્ધ ભંભેરણી કરતા.
શ્રી રત્નવિજયજીએ ઉપાડેલી ગચ્છની જવાબદારીને કારણે થોડાં વર્ષમાં જ તપગચ્છના યતિઓનો પ્રભાવ રાજસ્થાનમાં વધવા લાગ્યો. સં. ૧૯૧૪થી ૧૯૨૧ સુધી એમ સતત આઠ વર્ષ સુધી શ્રી રત્નવિજયજીની સહાયથી શ્રી ધરણેન્દ્રસૂરિએ તપગચ્છનો પ્રભાવ એટલો વધારી દીધો કે જોધપુર-બિકાનેરના રાજ્યમાં ખરતરગચ્છના યતિઓનું વર્ચસ્વ ઓછું થયું. ત્યાં રાજ્ય તરફથી રાજદરબારમાં તપગચ્છના શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિને શિરપાવ આપવામાં આવ્યો, તથા છત્ર, ચામર, પાલખી વગેરે ભેટ આપવામાં આવ્યાં. એ સમયે રાજ્ય તરફથી મળતાં માન-સન્માનની આ ઘટના ઐતિહાસિક દૃષ્ટિએ ઘણી જ મહત્ત્વની હતી.
શ્રી રત્નવિજયજીને દફતરીનું પદ આપ્યા પછી જેમ એક બાજુ યતિ-સમુદાયમાં એમનું માન વધી ગયું તેમ બીજી બાજુ એમની જવાબદારી પણ વધી ગઈ. સમગ્ર ગચ્છની વ્યવસ્થા એમને સંભાળવાની હતી. એમાં નાણાંની વ્યવસ્થા પણ આવી જતી હતી, કારણ કે એ સમયે યતિઓ નાણાં રાખતા અને એની આવક–જાવકનો વ્યવસ્થિત લેખિત હિસાબ પણ રાખતા.
જ્યારે એક વ્યક્તિની પ્રગતિ થાય ત્યારે એની આસપાસની બીજી કેટલીક વ્યક્તિઓને એની સહજ રીતે ઇર્ષ્યા થાય. શ્રી રત્નવિજયજી માટે પણ કેટલાક યતિઓને ઈર્ષ્યા થવા લાગી હતી. તેઓ કોઈક તકની રાહ જોતા હતા. એવામાં શ્રી રત્નવિજયજીને પોતાના વયોવૃદ્ધ ગુરુમહારાજ શ્રી પ્રમોદસૂરિને મળવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org