________________
૨ ૧૨
પ્રભાવક સ્થવિરો
પોતાના શિષ્ય શ્રી રત્નવિજયજીને માટે મુનિશ્રી વિનંતી કરતાં તેઓ ઉદયપુર પધાર્યા. શ્રી પ્રમોદસૂરિએ તેમની સાથે વિદ્યાભ્યાસ માટેની બધી વ્યવસ્થાની વિચારણા કરી લીધી. ત્યાર પછી મુનિશ્રી સાગરચંદ્રજીએ શ્રી રત્નવિજયજીને સાથે લઈ મારવાડ તરફ વિહાર કર્યો.
શ્રી રત્નવિજયજીએ એમની પાસે રહીને જૈન આગમસૂત્રો ઉપરાંત કાવ્યાલંકાર, ન્યાય વગેરેનો પણ ઊંડો અભ્યાસ કર્યો. તેઓ પોતે પણ સાહિત્યની રચના કરવા લાગ્યા હતા. બાવીસ વર્ષની વયે એમણે “કરણ કામધેનુ સારિણી' નામની કૃતિનું સર્જન કર્યું હતું. અભ્યાસ કરીને તેઓ ઉદયપુર પાછા ફર્યા. શ્રી પ્રમોદસૂરિએ એમની યોગ્યતા જાણીને ઉદયપુરમાં સં. ૧૯૦૯માં વૈશાખ સુદ ત્રીજના રોજ વડી દીક્ષા આપી. કેટલાક સમય પછી વધુ યોગ્યતા પ્રાપ્ત કરતાં એમને પંડિત-સંન્યાસની પદવી પણ આપવામાં આવી.
- શ્રી રત્નવિજયજીએ ગુરુમહારાજ શ્રી પ્રમોદસૂરિ સાથે સં. ૧૯૦૬નું ચાતુર્માસ ઉજ્જૈનમાં, સં. ૧૯૦૭નું મંદસોરમાં અને સં. ૧૯૦૮નું ઉદયપુરમાં કર્યું. ત્યાર પછી ગુરુદેવની આજ્ઞા લઈ ફરીથી તેમણે શ્રી સાગરચંદ્રજી સાથે વિદ્યાભ્યાસ માટે નાગોર તથા જેસલમેરમાં ચાતુર્માસ કર્યું. ત્યાં શ્રી સાગરચંદ્રજીના માર્ગદર્શન હેઠળ જેસલમેરના જ્ઞાનભંડારની ઘણી દુર્લભ હસ્તપ્રતોનો અને તેમાં લખાયેલા ગ્રંથોનો અભ્યાસ કરવાની તેમને સુંદર તક સાંપડી.
શ્રી રત્નવિજયજીએ જેસલમેરથી પાછા ફરતાં પાલીમાં ચાતુર્માસ કર્યું. ત્યારપછી તેઓ જોધપુર આવ્યા. ત્યાં તપગચ્છના ગચ્છાધિપતિ શ્રી પૂજ્ય શ્રી દેવેન્દ્રસૂરિ સાથે ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસ દરમિયાન શ્રી દેવેન્દ્રસૂરિને ખાતરી થઈ કે યુવાન યતિ શ્રી રત્નવિજયજીએ શાસ્ત્રાભ્યાસ ઘણો સારો કર્યો છે. વળી એમની શ્રદ્ધા ઘણી ઊંડી છે અને એમનું ચારિત્ર બહુ નિર્મળ છે. તેઓ વ્યવહારદક્ષ પણ છે. એટલે તેમની સેવાનો લાભ ક્યારેક લેવા જેવો છે.
તે સમયે તપગચ્છના યતિઓમાં શ્રીપૂજ્ય શ્રી દેવેન્દ્રસૂરિનું સ્થાન મુખ્ય અને મહત્ત્વનું હતું. તેઓ પોતાની પાટગાદી પોતાની હયાતી પછી બાલયતિ શ્રી ધીરવિજયને સોંપવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ ઉમરમાં નાના હતા અને એમનો અભ્યાસ પણ હજુ જોઈએ તેટલો થયો નહોતો. શ્રી દેવેન્દ્રસૂરિ પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org