________________
૨ ૧૦
પ્રભાવક સ્થવિરો
અને પહેલાં માતા કેસરબાઈ અને પછી પિતા ઋષભદાસ એમ બંને બે દિવસના અંતરે અવસાન પામ્યાં. કુટુંબમાંથી છત્રરૂપ બે વડીલ વ્યક્તિઓની વિદાયથી શોકનું વાતાવરણ પ્રસરી ગયું. આઘાતની ઘણી મોટી અસર રત્નરાજના ચિત્ત ઉપર પડી. તેઓ જીવનમરણના ચિંતનમાં ડૂબેલા રહેતા. હવે વેપારધંધામાં એમનું મન લાગતું નહોતું. ભાઈ–ભાભીએ લગ્નની વાત કરી તો તેનો પણ એમણે અસ્વીકાર કર્યો.
રત્નરાજને માતાપિતાની વિદાયનો વસમો માનસિક આઘાત લાગ્યો હતો. તેઓ એકલા સૂનમૂન બેસી રહેતા. સંસારમાં જીવોના પરિભ્રમણના વિચારે ચડી જતા. ભાઈભાભી અને મિત્રો-સંબંધીઓ એમને સાંત્વન આપતાં, પરંતુ એની અસર વધુ સમય રહેતી નહિ. એવામાં ભરતપુરના ઉપાશ્રયમાં શ્રીપૂજ્ય શ્રી પ્રમોદસૂરિ પોતાના શિષ્યો સાથે પધાર્યા. એ દિવસોમાં ગુજરાત-રાજસ્થાનમાં સંવેગી સાધુઓ કરતાં યતિઓ- શ્રીપૂજ્યોની સંખ્યા ઘણી મોટી હતી. તેઓ પણ ધર્મપ્રચારનું કાર્ય કરતા. શ્રી પ્રમોદસૂરિ સારા વ્યાખ્યાતા હતા. એમના વ્યાખ્યાનમાં નગરના ઘણા માણસો આવતા. એક વખત રત્નરાજનો એક મિત્ર એમને શ્રી પ્રમોદસૂરિના વ્યાખ્યાનમાં લઈ ગયો. એ વ્યાખ્યાનની અસર રત્નરાજના મન ઉપર સારી પડી. એટલે રત્નરાજે રોજ વ્યાખ્યાનમાં ઉપાશ્રયે જવાનું ચાલુ રાખ્યું. પછી તો પ્રમોદસૂરિને વંદન માટે મળવાનું એમણે ચાલુ કર્યું. એથી એમના મનને ઘણી શાંતિ મળી. સાથે સાથે શ્રી પ્રમોદસૂરિના ઉપદેશની અસરને કારણે રત્નરાજના મનમાં વૈરાગ્ય જળ્યો.
ત્યાર પછી પ્રમોદસૂરિ તો ભરતપુરથી વિહાર કરી ગયા. પરંતુ રત્નરાજનું મન હવે વેપારમાં કે કુટુંબના વ્યવહારમાં લાગતું નહોતું. અઢાર વર્ષની એમની ઉંમર થઈ હતી. એમને દીક્ષા લઈ પોતાના જીવનને સાર્થક કરવું હતું. એ માટે એમણે મોટા ભાઈ આગળ પ્રસ્તાવ મૂક્યો. ઘણા દિવસ સુધી કુટુંબમાં ઘણી ચર્ચા-વિચારણા થઈ. એમને સમજાવવા ઘણા પ્રયત્નો થયા. પરંતુ રત્નરાજ પોતાના નિર્ણયમાં મક્કમ હતા. છેવટે મોટા ભાઈએ અને પરિવારના સભ્યોએ રત્નરાજને શ્રીપૂજ્ય શ્રી પ્રમોદસૂરિ પાસે દીક્ષા લેવા માટે સંમતિ આપી.
પોતાના મોટા ભાઈ માણેક તથા કુટુંબીજનો તરફથી દીક્ષા માટે અનુમતિ મળતાં કિશોર રનરાજને અત્યંત હર્ષ થયો. હવે વહેલામાં વહેલી તકે દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org